સેન્સર બોર્ડે સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતને લીલી ઝંડી આપ્યા બાદ હવે કરણી સેનાના નિશાના પર CBFCના વડા પ્રસૂન જોશી છે. તેમને રાજસ્થાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. તાજેતરની માહિતી મુજબ કરણી સમાજે પ્રસુન જોશી અને જાવેદ અખ્તરને સરકાર રક્ષણ આપશે તો પણ તેમનો વિરોધ કરશે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તેમનો વિરોધ કરશે આ ફેસ્ટિવલ 25-29 જાન્યુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીએ કહ્યુ કે અમે પ્રસુન જોશી અને જાવેદ અખ્તરને જયપુર ફેસ્ટીવલમાં પ્રવેશ કરવાની પરવાનગી નહી આપીએ. પ્રસુન જોશીએ અમારી માતાનું અપમાન કર્યુ છે.