દેશની હોસ્પિટલોમાં 2017થી લગભગ 5,29,976 નવજાત શિશુઓના મોત થયા છે. અહીં અત્યાર સુધીનો ઉપલબ્ધ સરકારી આંકડો છે. આ આંકડાઓનું વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિયાલીટી તે જ દર્શાવે છે કે, ભારતના ભવિષ્ય સમાન નવજાત બાળકોને સંભાળનાર સરકારી સ્વાસ્થ્ય તંત્ર હજું પણ જર્જરિત છે. ખાસ કરીને રાજ્યના જિલ્લામાં મુખ્ય હોસ્પિટલ સહિત બધી જ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર સુરક્ષિત રીતે બાળકને જન્મ આપાવવા અને 28 દિવસો સુધી બચાવવાના પડકાર સામે નિષ્ફળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાતની સરકારી હોસ્પિટલોના બાળકોના મોતના જે આંકડાઓ સામે આવ્યા તેને લઇને દુનિયા સ્તબ્ધ થઇ ગઈ છે. આ એક ગંભીર બાબત તો છે જ પરંતુ હાલમાં તેને રાજ્યવાર જોવામાં આવી રહી છે પરંતુ આ એક રાજ્ય નહીં દેશની બધી જ હોસ્પિટલમાં થઇ રહેલા બાળકોના મોતના ચોંકવનારા અને ભયજનક આંકડા છે, તેથી તેને ટૂકડાઓમાં જોવો જોઇએ નહીં.
મોટા પ્રમાણમાં ડાઉન ટૂ અર્થનો વિસ્તૃત સંશોધન અને વિશ્લેષણ આ રાજ્યોની વિસ્તૃત અને ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરે છે. 2019, ફેબ્રુઆરીમાં રાજ્યસભાના એક જવાબમાં સરકાર તરફથી નવજાત શિશુઓના મૃત્યુદરના આંકડાઓ આપવામાં આવ્યા છે. આ આંકડાઓ અનુસાર દેશમાં નવજાત (નિયો-નેટલ) શિશુ મૃત્યુ દર પ્રતિ હજારમાં 24 છે. એક મહિનાથી ઓછી 28 દિવસની ઉંમરવાળા બાળકોને નવજાત કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર 2017માં 2,21,04,418 જીવિત બાળકોની જન્મ નોંધણી કરવામાં આવી. જીવિત બાળકોની કરવામાં આવેલી જન્મ નોંધણીમાં (લાઈવ બર્થ)માં હોસ્પિટલ અને ઘરે થનાર ડિલિવરી બંને સામેલ છે. જો કે, અહીંથી ગૂંચવણભરી સ્થિતિ ઉભી થાય છે. ડાઉન ટૂ અર્થે એક નિશ્ચિત સમયમાં થનાર નવજાત શિશુ મૃત્યુ દરના આંકડાઓને સમજવા માટે વિભિન્ન ક્ષેત્રોના એક્સપર્ટ સાથે સંપર્ક સાધ્યો અને પોતાના વિશ્લેષણમાં જોયું કે, સરકાર પાસે એવો કોઈ આંકડો નથી, જેમાં સ્પષ્ટ અને સત્તાવાર રીતે નવજાતના મૃત્યુના આંકડાઓને અલગ-અલગ કરીને બતાવવામાં આવી શકે કે, હોસ્પિટલોમાં અને હોસ્પિટલથી બહાર કેટલા નવજાત શિશુઓના મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા વિશ્લેષણ બતાવે છે કે દેશભરમાં સંસ્થાકીય ડિલિવરીમાં વધારો થયો છે. જ્યારે હોસ્પિટલથી બહાર ઘરો અને અન્ય જગ્યાઓ પર થનાર ડિલિવરીમાં ઘટાડો આવ્યો છે. તેથી નવજાત શિશુના મૃત્યુદરના આંકડાઓનું વિશ્લેષણ આપણને હોસ્પિટલમાં થનાર શિશુ મૃત્યુના સ્પષ્ટ આંકડાઓના સૌથી નજીક લઇને જાય છે.