નાગરિકતા સંશોધન કાનૂન એટલે CAAને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. આ મામલામાં અત્યાર સુધી 144 અરજી દાખલ કરવામાં આવી છે, જેમને સુનાવણીની લિસ્ટમાં રાખવામાં આવી છે. આ અરજીઓમાં મોટાભાગની તે છે જેમાં સીએએનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અરજીઓમાં સીએએને ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની બેન્ચ સુનાવણી કરશે.
પાછલી સુનાવણી 17 ડિસેમ્બરે થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાનૂન પર પ્રતિબંધ લગાવવાથી ઈન્કાર કર્યો હતો. જોકે કોર્ટે સરકારને નોટિસ રજૂને જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ એસએ બોબડેની પીઠે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ન્યાય મંત્રાલય અને વિદેશ મંત્રાલયને નોટિસ રજૂ કરીને 20 લોકો તરફથી દાખલ કરેલી અરજીને આ મામલા સાથે જોડી દીધી હતી.
કોને કરી છે અરજીઓ?
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રા, આરજેડી નેતા મનોજ ઝા, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, જમીયત ઉલેમા એ હિન્દ, અસમના ઘણા બધા સંગઠન, સીપીએમ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કમલ હસનની પાર્ટી અને ડીએમકેની અરજીઓ સામેલ છે. તે ઉપરાંત કેરલ સરકારે પણ અરજી દાખલ કરી છે. તેના પર આજે સુનાવણી થઇ શકે છે.
કેરલ સરકારની શું માંગ છે
કેરલ સરકારે સીએએ વિરૂદ્ધ દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, કાનૂન ભેદભાવપૂર્ણ છે. આ કાયદો મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
કેરલ સરકારે નાગરિકતા સંશોધન કાનૂને રદ્દ કરવાની માંગ કરી છે, સાથે જ કહ્યું છે કે, આ કાનૂન આર્ટિકલ 14,21 અને 25નું ઉલ્લંઘન કરે છે. કેરલ સરકાર કહે છે કે, આ ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંત વિરૂદ્ધ છે.