ઈન્ડિયન પોસ્ટ સર્વિસે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલમાં GDS (ગ્રામીણ ડાક સેવક)ના પદોની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ હવે 10 જૂન સુધી appost.inનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 2428 પદો પર ભરતી કરવામાં આવશે.
ક્વોલિફિકેશન
આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરેલો હોય) સાથે 10મુ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાથી સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવું.
સિલેક્શન પ્રોસેસ
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયાથી લઈને 14,500 રૂપિયા સુધીની સેલરી મળશે.
મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ – 27 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ – 10 જૂન
આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26 મે સુધી https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline પર જઇ ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.