Kisan Samman Nidhi: સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે.
સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.
PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.
ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.