ઉન્નાવ રેપકેસમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી મૂકાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારાઈ છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરની સજા પર શુક્રવાર 2 વાગ્યા સુધી ફેંસલો અનામત રાખ્યો હતો. કુલદીપ સેંગરની સંપત્તિ હાલમાં 44 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સેંગરને 376 અને પોક્સો કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. કોર્ટે આ સાથે સેંગરને 25 લાખનો દંડ ફટકાર્યો છે.
