મહારાષ્ટ્રમાં એક રેસ્ટોરન્ટના ભોજનમાં ઉંદરના માંસનો ટુકડો મળવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહક અનુરાગ સિંહની ફરિયાદ પર બાંદ્રા પોલીસે આ કેસ નોંધ્યો છે. ફરિયાદી અનુરાગ દિલીપ સિંહના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટના રોજ તે બાંદ્રામાં પાપા પાંચો દા ધાબા પર તેના મિત્ર સાથે ડિનર કરવા ગયો હતો. તેણે ભુના ગોશ્ત પ્લેટ, ચિકન ધાબા પ્લેટ ત્યાં ખાવાનો ઓર્ડર આપ્યો.
લગભગ 10 વાગ્યે, વેઈટરે એક ચિકન પ્લેટ, એક મટન પ્લેટ, બે દાળ મખાની, બે દહી મટકા અને ચાર પરાઠા સર્વ કર્યા. જમતી વખતે, ચિકનની પ્લેટમાં માંસનો એક અલગ ટુકડો દેખાયો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, નજીકથી તપાસ કરવા પર જાણવા મળ્યું કે માંસનો ટુકડો ઉંદરનો હતો. જ્યારે તેણે તે ટુકડો તેના મિત્ર અમીનને બતાવ્યો તો તેણે પણ કહ્યું કે તે ઉંદરના માંસનો ટુકડો છે.
પરંતુ જ્યારે હોટેલ મેનેજર વિવિયન આલ્બર્ટ શિકેરાને પૂછવામાં આવ્યું તો તેણે આ અંગે અસ્પષ્ટ જવાબો આપ્યા. જે બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં હોટલના શેફ વિવિયન આલ્બર્ટ શિકેરા અને ચિકન સપ્લાયર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube