પરીક્ષાઓનાં વિવિધ પાસાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીતનું ‘પરીક્ષા પર ચર્ચા’નું આ ત્રીજુ વર્ષ છે. 20 જાન્યુઆરીએ પીએમ મોદી સ્કૂલનાં વિદ્યાર્થીઓની સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરશે. પહેલાં આ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ થવાનો હતો પરંતુ દેશભરમાં પોંગલ, મકરસંક્રાંતિ, લોહડી, ઓણમ અને અન્ય તહેવારો હોવાને કારણે તે હવે 20 જાન્યુઆરીએ કરવામાં આવશે.
આ વર્ષે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે એક ખાસ સ્પર્ધાનું આયોજન કર્યુ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રૂપે મળશે અને તેમના પ્રશ્નો પૂછશે. આ સ્પર્ધા ફક્ત 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓ માટે છે.

આ માટે, વિદ્યાર્થીઓએ ‘MyGov’ વેબસાઇટ પર સૂચિબદ્ધ પાંચ વિષયોમાંથી એકની પસંદગી કરવાની હતી અને 1500 અક્ષરોમાં નિબંધ લખવાનો હતો. ઉત્તમ જવાબ લખનારા વિદ્યાર્થીઓને પીએમ મોદીને મળવાની તક મળશે.