2008ના રોજ જયપુરમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ કેસના ચાર આરોપીને મોતની સજા સંભળાવવામાં આવી છે. 13 મે 2008ના રોજ પરકોટેમાં 8 અલગ અલગ સ્થળે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 લોકોના મોત થયા હતા, અને 185 લોકો ઘાયલ થયા હતા. સ્પેશ્યલ કોર્ટના જજ અજય કુમાર શર્મા દ્વારા સજા સંભળાવ્યા બાદ તમામ વકીલોને કોર્ટે રૂમમાં તાળીઓ પાડી. અગાઉ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ રૂમની બહાર પણ ભારે પોલીસ તૈનાત કરવામાં આવી. ગુલાબી નગરી જયપુરમાં 11 વર્ષ પહેલા થયેલા 8 સીરિયલ બ્લાસ્ટ કેસમાં વિશેષ કોર્ટે ચાર આરોપીઓને બુધવારે દોષી ઠેરવ્યા હતા.11 વર્ષ ચાલેલા આ કેસમાં એક આરોપી શહબાજ હુસૈનને પુરાવા ન હોવાના કારણે છોડી મુકાયો હતો. જ્યારે સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૌફુર્રહમાન અને સલમાનને મોતની સજા સંભળાવાઈ છે. શાહબાઝ પર બ્લાસ્ટના આગલા દિવસે ઇમેઇલ વડે બ્લાસ્ટની જવાબદારી લેવાનો આરોપ હતો. કોર્ટે શંકાનો લાભ આપી તેને છોડી મુક્યો છે. એટીએસએ કેસમાં 13 લોકોને આરોપી તરીકે રજુ કર્યા હતા. આ કેસમાં 3 આરોપી હજુ સુધી ફરાર છે જ્યારે 3 હૈદરાબાદ તથા દિલ્હીની જેલમાં બંધ છે. બાકીના બે આરોપી દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.
પીડિત પરિવારજનોએ ચારેય આરોપીઓને ફાંસી પર લટકાવવાની માગ કરી હતી. આરોપીઓએ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટે જે જગ્યાએ તથા દુકાનદારો પાસે સાઈકલ ખરીદી હતી, તે દુકાનદારોએ તેમની ઓળખાણ કરી હતી.13 મે 2008ની સાંજે પરકોટા વિસ્તારમાં 15 મિનિટની અંદર ચાંદપોળ ગેટ, ચાર રસ્તા, નાના ચાર રસ્તા, ત્રિપોલિયા બજાર, જૌહરી બજાર અને સાંગાનેરી ગેટ પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. પહેલા બ્લાસ્ટ ખંદા માણેકચોક, હવામહલના સામે સાંજે 7.20 વાગ્યે થયો હતો, ત્યારબાદ એક પછી એક 8 બ્લાસ્ટ થયા હતા. આ ચાર આરોપીઓને સજા સંભળાવવામાં આવી. ગુરૂવારે આની સજા પર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ હતી.