કોરોના એટલે કે જીવલેણ બીમારી જે કોઈ વય જોતો નથી. તાજગંજ ના મોહમ્મદ આરીફ નો 23 દિવસનો પુત્ર મોહમ્મદ સાદ 20 માર્ચે મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં દાખલ થયો હતો જ્યારે તેનો કોરોના રિપોર્ટ પોજિટિવ આવ્યો. આ બાળક ડૉક્ટરો માટે વિશેષ હતો તેથી તે માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ નાના બાળક માટે તેની માતા ને PPE કીટ પેહરાવીને બાળક સાથે રાખવામાં આવી હતી કારણ કે તે કોરોના નેગેટિવ હતી બીજી તરફ આ નાના બાળકને કોરોનાના કોઇ પણ લક્ષણ દેખાઈ રહ્યા ન હતા એટલે તેને કઈ સારવાર આપવી તે અંગે ડોક્ટર મૂંઝવણમાં મુકાયા હતા. આવી સ્થિતિમાં તેમને લક્ષણો આવવાની રાહ જોતાં માતાની તબિયતનું તબીબો ખાસ ધ્યાન રાખતા હતા.
ફળો, લીલાં શાકભાજી, સલાડ, દૂધ સહીત પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો હતો. શિશુને પાંચથી સાત વખત સ્તનપાન કરાવવું તેવું માતાને કેહવામાં આવ્યું હતું અને તેના પરિણામે 14 દિવસમાં બે વાર જ્યારે બાળક નો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે ડોક્ટરઓ અચંબામાં પડી ગયા હતા. મેડિકલ કોલેજના કોવિડ-19 હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર અખિલેશ પ્રતાપસિંહે જણાવ્યું કે, બાળકમાં કોઈ લક્ષણો નહોતા તેથી માતાનું દૂધ તેના માટે દવા બની ગયું.