ભારતનાં વિકાસના ઘડવૈયા પીએમ મોદીનો ૬૯માં વર્ષમાં મંગલ પ્રવેશ

વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતુ કરનાર ભારતના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇનો આજે જન્‍મદિવસ છે. તેમના આ જન્‍મદિને ચોમરે થી તેમના પર શુભેચ્‍છા વર્ષા થઇ કનિદૈ લાકિઅ રહી છે. આજે ૧૭ મી સપ્‍ટેમબર નરેન્‍દ્રભાઇનો જન્‍મદિવસ. તેમના આ જન્‍મદિનને દેશભરમાં આજથી એક અઠવાડીયા સુધી એટલે કે ૧૭મી સપ્‍ટેમ્‍બરથી રપ મી સપ્‍ટેમ્‍બર સુધી ‘સેવા સપ્તાહ’ તરીકે ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાશે. ભારતના સર્વાંગી વિકાસના સ્‍વપ્નદ્રષ્‍ટા કર્મઠ રાજપુરૂષ શ્રી નરેન્‍દ્રભાઇના આજના જન્‍મદિને તેમના જીવનની સંક્ષિપ્તમાં એક ઝાંખી કરીએ તો… ઉત્તર ગુજરાતના મહેસાણા પંથકના નાના એવા વડનગર ગામમાં ૧૭ મી સપ્‍ટેમ્‍બર ૧૯પ૦ ના રોજ દામોદરદાસ મોદીના સામાન્‍ય પરિવારમાં નરેન્‍દ્રભાઇનો જન્‍મ માતાનું નામ હીરાબા… કહેવત છે ને એક સારી માતા સો શિક્ષકની કનિદૈ લાકિઅ ગરજ સારે…. જાણે આ કહેવત ને હીરાબાએ સાર્થક કરી બતાવી.. નરેન્‍દ્રભાઇના ઘડતરમાં માતા હીરાબાના સંસ્‍કાર સિંચનનો અનેરો ફાળો રહ્યો. અભ્‍યાસની વાત કરીએ તો નરેન્‍દ્રભાઇએ વિસનગરની હાઇસ્‍કુલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્‍યા બાદ કોલેજનો અભ્‍યાસ અમદાવાદ આવીને કર્યો. આર્થિક સ્‍થિતિ ને પહોંચી વળવા નરેન્‍દ્રભાઇ અહીં અભ્‍યાસની સાથે સાથે અમદાવાદ એસ. ટી. સ્‍ટેન્‍ડમાં આવેલ પોતાના મોટાભાઇની કેન્‍ટીનમાં કામ કરતા ગયા. અને સાથે સાથે ભણતરને આગળ ધપાવી પોલીટીકલ સાયન્‍સમાં એમ. એ. ની ઉપાધિ પણ મેળવી. પરંતુ ભાગ્‍યના જોરે નરેન્‍દ્રભાઇ આ દરમ્‍યાન સંઘ તરફ આકર્ષાયા…. કહેવાય છે કે ૧૯૭ર માં તેઓ સંઘમાં જોડાયા… કાર્યકરથી શરૂ કરી સફર ઉત્તમ કાર્યશૈલીને પગલે ટૂંક સમયમાં જ સંઘના પ્રચારક પદે પહોંચ્‍યા. સ્‍નાતકની ઉપાધિ જાણે નાની લાગતી હોય તેમ સાથે સાથે અભ્‍યાસને વધુ આગળ ધપાવી દિલ્‍હી યુનિવર્સિટીમાંથી પોલિટીકલ સાયન્‍સની માસ્‍ટર ડીગ્રી પણ મેળવી. બાળપણથી જ અદ્‌્‌ભુત નેતૃત્‍વ શકિત… વડનગરના તળાવમાં મગરના હુમલાની ઘટના હોય કે હોય વિદ્યાર્થીઓનો જંગ નરેન્‍દ્રભાઇ સતત આગળ જ હોય. સમયાંતરે જનસંઘે ૧૯૮૦ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નામ ધારણ કર્યુ અને પાર્ટીની વિકાસ કુચ સાથે નરેન્‍દ્રભાઇ પણ કદમ સાથે કદમ મિલાવી આગળ ધપતા ગયા. સંઘની જેમ જ ભાજપમાં પણ નરેન્‍દ્રભાઇએ કરેલા કાર્યો બદલ તેમને એક પછી એક મહત્‍વના પદોની જવાબદારી સોંપાતી ગઇ. પક્ષના કાર્યકર હોય કે હોય સંગઠન મંત્રી… નરેન્‍દ્રભાઇ દરેક જવાબદારી સુપેરે નિભાવતા ગયા. કદીપણ પ્રસિધ્‍ધનો મોહ નહિ પડદા પાછળ રહી કાર્ય પુર્ણ કરવું… પક્ષને મજબુત બનાવવો. એજ નરેન્‍દ્રભાઇનો જાણે જીવનમંત્ર બની ગયો. પરંતુ ન જાણ્‍યું જાનકી નાથે…. તેમ અચાનક જ નરેન્‍દ્રભાઇના જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્‍યો. જાણે ગૃહો બદલાયા… ગુજરાતની રાજકીય હાલતમાં આવ્‍યા બદલાવ… અને ભાજપ હાઇકમાન્‍ડે નરેન્‍દ્રભાઇના કાર્યો, તેમનો અનુભવ અને તેમની સંગઠન શકિતનો લાભ લેવા તેમને ગુજરાતની ગાદી સોંપવાનો નિર્ણય કર્યા. આખરે ૭ મી ઓકટોબર ર૦૦૧ ના રોજ નરેન્‍દ્રભાઇએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળી સંઘ અને ભાજપ સાથેના ત્રણ દસકાનો બહોળા અનુભવના પાયા સાથે નરેન્‍દ્રભાઇએ ગુજરાતના રાજકીય આલમમાં કરી એન્‍ટ્રી… રાજકોટ-ર ની બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી વિપક્ષોના ધમપછાડાનો સાથી પક્ષોની જ કુટનીતિને માત કરી કોંગ્રેસના હરિફ ઉમેદવારને હરાવી જીત મેળવી ર૪ મી ફેબ્રુઆરી ર૦૦ર ના રોજ ખરા અર્થમાં ગુજરાતના સી. એમ. બન્‍યા. સી. એમ. એટલે આમ તો મુખ્‍યમંત્રી એવો અર્થ થાય પરંતુ નરેન્‍દ્રભાઇ ના મતે સી. એમ.નો અર્થ કોમન મેન અને ખરેખર નરેન્‍દ્રભાઇએ ગુજરાતના સી.એમ. પદને વર્ષો સુધી એક કોમન મેન તરીકે શોભાવ્‍યું. નરેન્‍દ્રભાઇ મોદી… ટૂંકા નામે. નમો તરીકે પણ ઓળખાવા લાગ્‍યા. આપણા વિસ્‍તારમાં આપણે ત્‍યાં વર્ષો સુધી આપણે રાજ કર્યુ હોય અને અચાનક કોઇ આવી આપણા ઉપર રાજ કરે તો… ગુજરાતના રાજકીય હસ્‍તીઓની હાલત એવી જ હતી. અનેક કાવાદાવાઓ થયા… સામ-દામ-દંડ-ભેદ જેવી નિતીઓ પણ અપનાવાઇ – કોમવાદનો પણ સહારો લેવાયો. પરંતુ આ તો નમો. નમે નહિ પરંતુ નમાવે… શાંત ચિતે એકાગ્રતાથી તમામ મુશ્‍કેલીઓને હડસેલી અનેક અગ્નિ પરીક્ષાઓ પસાર કરી આગળ ધપતા ગયા. ચૂંટણીઓ આવતી ગઇ. અને પ્રજાજનોના જોરે વિકાસના સથવારે મોદી સતત આગળ ધપતા ગયા. ગુજરાતને આગળ કેમ ધપાવવું બસ એક જ ગાંઠ બાંધી કામે વળગ્‍યા નમો. એક બે-પાંચ-દસ નહિ સતત ૧ર વર્ષ સુધી ગુજરાતના શાસનની ધુરા સંભાળી. અનેક વિક્રમો સર કરતા ગયા. વણથંભ્‍યા વિકાસની સાથે રાજયમાં સ્‍થાપ્‍યું સ્‍થિર શાસન. પરંતુ નરેન્‍દ્રભાઇએ જોયેલા સ્‍વપ્નના આકાશમાં ગુજરાત હવે નાનું લાગતું હતું. તેમની નજર દેશના વડાપ્રધાન પદ ઉપર પહોંચી હતી. ગુજરાતમાં તો કર્યો વિકાસ દેશને આગળ ધપાવવા વડાપ્રધાન પદ ઉપર માંડી મીટ. ગુજરાતના સફળ મુખ્‍યમંત્રી ખરા પરંતુ આ તો દેશના વડાપ્રધાન પદની વાત હતી. વિપક્ષોને તો બાજૂએ મુકો સાથી પક્ષમાં જ સર્જાયો હતો ભુકંપ… પરંતુ નરેન્‍દ્રભાઇએ અગાઉથી કરેલ હોમવર્કને પગલે નાસીપાસ ના થયા. ૧૩ મી સપ્‍ટેમ્‍બર ર૦૧૩ ના રોજ ભારતીય જનતા પાર્ટીએ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્‍દ્રભાઇનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યુ. બસ, પછી તો જોવું જ શું રહ્યું. રાત નાની ને વેશ ઝાઝા… સમય ઓછો ને પડકાર મોટો પરંતુ નરેન્‍દ્રભાઇએ રાત-દિવસ જોયા વગર સ્‍વાસ્‍થયની પરવા કર્યા વિના આ પડકાર ઝીલ્‍યો. અને જાણે નરેન્‍દ્રભાઇની મહેનતનું પરિણામ આવ્‍યું. ચૂંટણીઓ યોજાઇ અને ૧૬ મી મે ર૦૧૪ ના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામોથી ભારતના રાજકીય આલમમાં આવ્‍યો એક અનેરો વળાંક… પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને ર૮૩ બેઠકો મળી…! ભારતની પ્રજાએ જાણે પક્ષને નહિ પરંતુ નરેન્‍દ્રભાઇને જીતાડયા. સ્‍પષ્‍ટ બહુમતી સાથે નરેન્‍દ્રભાઇને જાણે દેશનું સુકાન સોંપ્‍યું. ભારતના રાજકીય ઇતિહાસમાં ર૬ મી મે ર૦૧૪ ના રોજ સમી સાંજે ૬.૧ર કલાકે એક સુવર્ણ પૃષ્‍ઠ ઉમેરાયું… ભારતના ૧પ માં વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઇ દામોદરદાસ મોદીએ શપથ ગ્રહણ કર્યા. અને કામે લાગ્‍યા દેશના વિકાસ અર્થે… અહીં પણ મુશ્‍કેલીઓ અને પડકાર મ્‍હોં ફાડી ઉભા હતાં. પરંતુ અહીં પણ નરેન્‍દ્રભાઇ સફળ રહ્યા. અને જોતજોતામાં આશરે સાડા ચાર વર્ષનો સમય ગાળો પણ પસાર કરી લીધો… આ સમય દરમ્‍યાન તેમણે મતદારોને રિઝવવા ઓછા કામો કર્યા. પરંતુ, દેશના વિકાસ અર્થ કે ગરીબોના લાભાર્થે જાણે વધુ કામો કર્યા…. અડગ રહી અનેક અણગમતા પરંતુ જરૂરી એવા અભુતપૂર્વ નિર્ણય લઇ માત્ર દેશમાં જ નહિ, વિશ્વભરમાં પ્રશંસાને પાત્ર રહ્યા. ડીમોનિયઇઝેશન, જીએસટી, તીન તલ્લાક, હજ સબસીડી, પાકિસ્‍તાન ઉપર સર્જીકલ સ્‍ટ્રાઇક જેવા કઠોર નિર્ણયો લઇ તેને અમલમાં મુકી સૌ કોઇની બોલતી બંધ કરી દીધી. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોને ગરીબોના લાભાર્થે નહિ ઘટાડવા સરકારની તિજોરી ઉપર ભાર નહિ વધારવા આડકતરી રીતે સરકારે ઇશારો પણ કરી દીધો છે. ફરી એકવાર લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે છતાં પણ મતદારોને રિઝવવા, લલચાવવા કોઇ પ્રયત્‍ન કર્યા વિના નિડર રીતે દેશના વિકાસ અર્થેની નિતીઓને આ સ્‍થિતિમાં પણ વળગી રહેવું એને પ૬ ની છાતી નહિ તો બીજું શું કહેવાય….??? આવા નિડર, બાહોશ અને ઉત્તમ રાજનેતા સમા શ્રી નરેન્‍દ્રભાઇ આજે એટલે કે ૧૭ મી સપ્‍ટેમ્‍બર ર૦૧૮ ના રોજ યશસ્‍વી કારકીર્દીના ૬૮ વર્ષ પુર્ણ કરી ૬૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ નરેન્‍દ્રભાઇને તેમના જન્‍મદિને ‘અકિલા’ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્‍છાઓ…

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com