ઈન્દિરા ગાંધી એરપોર્ટે સર્વિસ ક્વોલિટીમાં દુનિયાભરમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યુ

દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ યાત્રીઓને કવોલિટી સર્વિસ આપવાની બાબતમાં  નંબર વન એરપોર્ટ તરીકે પસંદ થયું છે.ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની  દર વર્ષે ચાર કરોડથી વધુ યાત્રીઓની ક્ષમતા ધરાવે છે, સર્વેમાં આઇજીઆઇ અવ્વલ છે.

એરપોર્ટ સર્વિસ કવોલિટી એવોર્ડ ર૦૧૭ માટે એસીઆઇએ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટને આ કેટેગરીમાં નંબર વનનો રેન્ક આપ્યો છે.દિલ્હી એરપોર્ટને ચલાવનારી કંપની ડાયલે જણાવ્યું કે આ સર્વેને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ર૦૧૬માં આ એરપોર્ટ નંબર રની કેટેગરીમાં હતું. દિલ્હીનું આઇજીઆઇ એરપોર્ટ એશિયામાં સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ર૦૧૭માં આઇજીઆઇ એરપોર્ટ પર ૬૩.પ મિલિયન પેસેન્જર આવ્યા હતા.આઈજીઆઈમાં ત્રણ રન વે અને ત્રણ ટર્મિનલ છે. ટર્મિનલ ૩ વિશ્વનું સૌથી મોટું પેસેન્સર ટર્મિનલ છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાર્ષિક ૬.૪૩ કરોડ યાત્રીઓનું દબાણ છે. જ્યારે તેની ક્ષમતા ૧૦ કરોડ યાત્રીઓની છે.

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું સૌથી મોટું એરપોર્ટ છે. જ્યારે બીજા સ્થાને મુંબઈનું છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ત્રીજા સ્થાને બેંગલુરુનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવે છે.

આઈજીઆઈ એરપોર્ટે વિશ્વના અન્ય મોટા એરપોર્ટ ચાંગી અને બેંગકોકને પણ પાછળ રાખી દીધા છે. આજ કારણ છે કે આઈજીઆઈ એરપોર્ટને સતત બેસ્ટ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરાય છે. કંપની સતત નવી વૈશ્વિક ટેકનોલોજીનો પ્રયોગ કરે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com