રોકાણની ટિપ્સ/ દરરોજ ફક્ત 100 રૂપિયા જમા કરાવીને આપ મેળવી શકશો 15 વર્ષમાં 10 લાખ રૂપિયા

0
80

લાંબા ગાળાના પબ્લિક પ્રોવિડેંટ ફંડને એક શાનદાર વિકલ્પ માનવામાં આવે છે. PPFમાં રોકાણ એકદમ સુરક્ષિત છે અને તેમાં ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. નોકરિયાત લોકો માટે આ એક શાનદાર વિકલ્પ છે.PPFમાં રોકાણ, તેના પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી પીરિયડ પુરુ થવા પર મળતી રકમ, ત્રણેય પુરી રીતે ટેક્સ ફ્રી છે. તેમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી.રોજના 100 રૂપિયા જમા કરોજો તમે દરરોજ 100 રૂપિયા જમા કરો છો, તો એક વર્ષમાં 36,500 રૂપિયા જમા થશે. જો તમે આ રોકાણ 15 વર્ષ માટે કરો છો અને વ્યાજ દર 7.1 ટકા રહે છે, તો તમને કુલ 9.89 લાખ રૂપિયા મળશે. 15 વર્ષમાં તમારી મૂડી 547500 રૂપિયા થશે.

વ્યાજ 442431 રૂપિયા થશે. કુલ રકમ 989931 રૂપિયા હશે જે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે.PPF પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. PPFમાં રોકાણ કરનાર રોકાણકારને ત્રણ પ્રકારના કર લાભ થાય છે. પીપીએફમાં રોકાણ કરાયેલા નાણાંને માત્ર કર કપાતનો લાભ મળતો નથી, પરંતુ વ્યાજ અને પાકતી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.PPF ખાતું 15 વર્ષ પછી બંધ કરી શકાય છેઆ એક વિકલ્પ છે જેનો ઉપયોગ તાત્કાલિક રોકડ જરૂરિયાતો અથવા નાણાકીય તંગી માટે થઈ શકે છે.

તમારા બચત ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા માટે, તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ફોર્મ સબમિટ કરવું પડશે, જેમાં PPF અને બચત ખાતાની વિગતો હશે. આ ઉપરાંત ફોર્મની સાથે અસલ પાસબુક અને કેન્સલ થયેલ ચેક પણ જમા કરાવવાનો રહેશે.વ્યાજદરમાં થઈ શકે છે વધારોનાના રોકાણકારો માટે ખુશખબર છે. ગત 9 મહિનાઓથી સ્થિર પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF) ના વ્યાજદરોમાં ટૂંક સમયમાં જ વધારો થઈ શકે છે. અત્યારે પીપીએફ પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. હકીકતમાં સરકારી સિક્યોરિટીઝ પર વ્યાજ દરો સતત વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને પીપીએફ પર પણ વ્યાજ વધારવાની અટકળો લગાવવામાં આવી રહી છે.