24 C
Ahmedabad

IPL 2023: કોણે ફટકાર્યા સૌથી વધુ સિક્સ? અહીં જુઓ ટોપ 5 બેટ્સમેનોની યાદી

Must read

IPL 2023: IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન શિવમ દુબેના બેટ પર રનનો વરસાદ થઈ રહ્યો છે. તે ક્રિઝ પર આવે છે અને સ્પિનરો સામે પોતાની શક્તિ બતાવે છે. શિવમ દિલ્હી કેપિટલ્સ સામે પોતાના રંગમાં જોવા મળ્યો હતો, પરંતુ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તેણે 12 બોલમાં 25 રન બનાવ્યા અને ટીમને ગતિ અપાવી. આ દરમિયાન શિવમના બેટમાંથી 3 શાનદાર સિક્સર નીકળી હતી.

દિલ્હી વિરૂદ્ધ ત્રણ તોફાની સિક્સર ફટકારનાર શિવમ દુબે 55 મેચ બાદ સૌથી વધુ સિક્સર ફટકારનારની યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે આરસીબીના ગ્લેન મેક્સવેલને પાછળ છોડી દીધો છે. આ સમાચારમાં, અમે તમારા માટે ટોચના પાંચ બેટ્સમેન અને ટોચની પાંચ ટીમોની યાદી લાવ્યા છીએ જેણે સૌથી વધુ સિક્સ ફટકારી છે. નીચે જુઓ.

સૌથી વધુ છગ્ગા સાથે ટોચનો બેટ્સમેન
32- ફાફ ડુ પ્લેસિસ (RCB)
27- શિવમ દુબે (CSK)
27- ગ્લેન મેક્સવેલ (RCB)
22- કાયલ મેયર્સ (LSG)
21- યશસ્વી જયવસલ (RR)
સૌથી વધુ છગ્ગા સાથે ટોચની 5 ટીમ
106- કોલકાતા નાઈટ રાઈડર્સ
100- ચેન્નાઈ સુપર કિંગ્સ
96- મુંબઈ ઈન્ડિયન્સ
91- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
89- રાજસ્થાન રોયલ્સ
સૌથી વધુ સિક્સર મારનાર ટીમો પર નજર કરીએ તો KKR ટોપ પર છે. આ ટીમે અત્યાર સુધીમાં 106 સિક્સર ફટકારી છે, જ્યારે CSK બીજા નંબર પર છે, જેણે સિક્સરની સદી ફટકારી છે. આ સાથે જ ત્રીજા નંબર પર આવેલી મુંબઈ ઈન્ડિયન્સે 96 સિક્સ ફટકારી છે.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article