DC vs RR: IPLમાં ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી કોઈએ આવું નથી કર્યું
IPL 2024ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે રમાશે. આ બંને ટીમો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. રિષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સની નજર સિઝનની પ્રથમ જીત પર રહેશે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ તેમની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ મેચમાં રિષભ પંત પણ એક ખાસ રેકોર્ડ બનાવતો જોવા મળશે.
ઋષભ પંત ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર
રિષભ પંતે 2016માં દિલ્હી કેપિટલ્સથી તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાનાર મેચ રિષભ પંતની IPL કારકિર્દીની 100મી મેચ હશે. આ મેચ સાથે તે દિલ્હી ટીમ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. આ સાથે જ તે દિલ્હી કેપિટલ્સ માટે 100 મેચ રમનાર પ્રથમ ખેલાડી પણ બની જશે.
રિષભ પંતનો શાનદાર રેકોર્ડ
રિષભ પંતે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે 99 મેચમાં 34.41ની એવરેજથી રન બનાવ્યા છે. તેણે આ મેચોમાં 2856 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 15 અડધી સદી અને 1 સદી ફટકારી છે. સાથે જ તેનો સ્ટ્રાઈક રેટ પણ 147.90 છે. રિષભ પંત વર્ષ 2021થી દિલ્હી કેપિટલ્સની કપ્તાની પણ સંભાળી રહ્યો છે. જોકે, કાર અકસ્માતને કારણે તે ગત સિઝનમાં રમ્યો ન હતો.
દિલ્હી માટે સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ
- રિષભ પંત – 99 મેચ
- અમિત મિશ્રા – 99 મેચ
- શ્રેયસ અય્યર – 87 મેચ
- ડેવિડ વોર્નર – 82 મેચ
- વિરેન્દ્ર સેહવાગ – 79 મેચ
- પૃથ્વી શો – 71 મેચ
- અક્ષર પટેલ – 69 મેચ
- શિખર ધવન – 63 મેચ