SRH vs MI : IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. બંને ટીમોને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
SRH vs MI Live: હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની પ્રથમ જીતની રાહ જોશે. એક તરફ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ અહીં પહોંચી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે.
કેવી હશે પીચની હાલત?
હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તેની સપાટ વિકેટ માટે જાણીતું છે. અહીં બેટ્સમેનોને ઘણી મદદ મળે છે અને ઘણા રન જોવા મળે છે. જોકે, જેમ જેમ રમત આગળ વધે છે તેમ સ્પિનરોને પણ અહીં મદદ મળે છે. અહીં લક્ષ્યનો પીછો કરતી ટીમને વધુ મેચોમાં સફળતા મળી છે. આવી સ્થિતિમાં ટોસનું ઘણું મહત્વ છે.
SRH Team
પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરાંગા, માર્કો યાનસન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી નટરાજન, એન. , મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જથવેધ સુબ્રમણ્યમ.