SRH vs MI :સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સામે તોફાની ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. તેણે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા.
હૈદરાબાદે સૌથી વધુ સ્કોર કર્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. SRH હાલમાં IPLના ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. હવે RCBનો રેકોર્ડ પણ તોડી શકે છે. તેણે 2013માં 263 રન બનાવ્યા હતા.
ક્લાસેનની શાનદાર અડધી સદી
હેનરિક ક્લાસને તોફાની બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તે 24 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. ક્લાસને 5 સિક્સર અને 1 ફોર ફટકારી છે. માર્કરામ 40 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા.