IPL ચીફનું ‘આ’ મોટું નિવેદન; શું વૈભવ સૂર્યવંશી બનશે ટીમ ઈન્ડિયાનો આગામી સ્ટાર?
BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) એ અત્યારથી જ ભવિષ્યની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ભવિષ્યમાં નિવૃત્તિ લઈ શકે છે. આવી સ્થિતિમાં, તેમનું સ્થાન લેવા માટે યુવા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. જેમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું નામ પણ શામેલ છે. IPLના ચેરમેન અરુણ ધૂમલે પણ આ ખેલાડી વિશે મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશી રોહિત-વિરાટના રિપ્લેસમેન્ટ તરીકે ચર્ચામાં
IPL ૨૦૨૫ માં ધમાકેદાર પ્રદર્શન કરીને વૈભવ સૂર્યવંશી ચર્ચાનું કેન્દ્ર બન્યા. ત્યારબાદ સૂર્યવંશીએ અંડર-૧૯ ટીમ ઈન્ડિયા માટે કમાલની બેટિંગ કરી રહ્યા છે. હવે રણજી ટ્રોફીમાં પણ સૂર્યવંશીની હાજરી જોવા મળી રહી છે. ભારતીય ટીમે હવે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, IPL ચેરમેન અરુણ ધૂમલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે રોહિત-વિરાટની સાથે જ વૈભવ સૂર્યવંશી વિશે વાત કરી છે.

IPL ચીફે વૈભવ સૂર્યવંશી વિશે મોટું નિવેદન આપ્યું
દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે સતત ચર્ચા ચાલી રહી છે. IPLના ચેરમેન અરુણ ધૂમલને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “રોહિત અને વિરાટને અત્યારે નિવૃત્તિ સાથે ન જોડો. તેઓ હજી પણ ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ છે. અમે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ વિશે વાત કરી રહ્યા છીએ. એક ૧૪ વર્ષનો અદ્ભુત ખેલાડી વૈભવ સૂર્યવંશી ટીમનો ભાગ બનવા માટે દરવાજો ખખડાવી રહ્યો છે.” અરુણ ધૂમલના આ નિવેદન પછી વૈભવ સૂર્યવંશી ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
