ઇરફાન ફાનની તબિયતમાં સુધાર, કરશે કમબેક

ઇરફાનના ચાહકો માટે સારા સમાચાર છે. એવું કહેવાય છે કે ઇરફાનની તબિયત હવે સુધારા પર છે અને તે ખૂબ જ જલદી કારવાંની ટીમને જોઇન કરી શકે છે. ફિલ્મનું પ્રમોશન થોડા જ દિવસોમાં શરૂ થઇ જશે. આવા સંજોગોમાં ઇરફાન ખૂબ જ જલદી કમબેક કરે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે ઇરફાનને ન્યુરોએન્ડોક્રાઇન ટયૂમર છે. જેનો ઇલાજ તે લંડનમાં કરાવી રહ્યો છે. લાંબા સમયથી ઇરફાનની તબિયત ખરાબ હતી. જેના કારણે તે પોતાની છેલ્લી રિલીઝ ફિલ્મ બ્લેકમેઇલના પ્રમોશનથી પણ દૂર રહ્યો. ઇરફાને ખુદ પોતાની આ દુર્લભ બીમારી અંગે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે તે ફિટ થઇને ઝડપથી પાછો ફરશે. તેણે પોતાના શુભેચ્છકોની દુઆ કરવા પણ કહ્યું હતું. ઇરફાનની આ બીમારી અંગે જાણ થતાં જ લોકો અલગ અલગ પ્રકારના કયાસ લગાવવા લાગ્યા હતા. એવું પણ કહેવાતું હતું કે ઇરફાનની તબિયત રોજબરોજ ખરાબ થઇ રહી છે. જોેકે તેના પ્રવકતાએ બાદમાં એ સમાચારોનું ખંડન કર્યું હતું. હવે ઇરફાન ઝડપથી પાછો ફરે તેની લોકોને રાહ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com