ISROની વધુ એક સફળતા: એક સાથે 31 સેટેલાઈટ લોન્ચ કરશે

ઈસરોના સ્પેસ વ્હીકલ પીએસએલવી સી-43 મારફતે 31 સેટેલાઈટ એક સાથે લોન્ચ કરશે

ઈસરો અંતરીક્ષ ક્ષેત્રે એક પછી એક હરણફાળ ભરી રહ્યું છે. ત્ હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ લોન્ચ કરશે. ઈસરો પોતાના પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સી-43 દ્વારા ગુરુવારે સવારે 9.59 કલાકે શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી આ સેટેલાઈટ લોન્ય કરશે. પીએસએલવીની આ 45મી ઉડાન હશે.

અંતરિક્ષ ક્ષેત્રે ઈસરો એક બાદ એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. ઈસરોના સ્પેસ વ્હીકલ પીએસએલવી સી-43 મારફતે 31 સેટેલાઈટ એક સાથે લોન્ચ કરશે. ઈસરો ભારતનો હાઈપરસ્પ્ક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટની સાથે 8 અન્ય દેશોના 30 સેટેલાઈટ લોન્ચ કરશે. આ માટે બુધવારે સવારે 5.58 કલાકથી કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું હતું. ઈસરોએ જણાવ્યું કે ભારતનો ઈમેજિંગ સેટેલાઈટ પૃથ્વી પર નજર રાખવા માટે વિકસીત કરાયો છે.

આ પીએસએલવી સી-43 મિશનનો પ્રાથમિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહ સૂર્યની કક્ષામાં 97.957 ડિગ્રી નમતો સ્થાપિત કરાશે. તેનું આયુષ્ય પાંચ વર્ષનું છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટનું પ્રાથમિક લક્ષ્ય પૃથ્વીની સપાટીનો અભ્યાસ કરવાનું છે. આ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે તેના વાણિજ્યક અંગ સાથે વાણિજ્યક કરાર પણ કરાયા છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com