ISRO લોન્ચ કરશે સૌથી વધુ વજન ધરાવતો સેટેલાઇટ, ડિજિટલ ઇન્ડિયાને મળશે ઝડપ

ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા નવો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે. તે ભારતમાં તૈયાર અત્યાર સુધીનો સૌથી મોટો સેટેલાઇટ છે. લગભગ છ ટન વજનવાળો તે એક સંચાર સૅટેલાઇટ છે, જેને જીસેટ -11 નામ આપવામાં આવ્યું છે.ISROના સેટેલાઇટથી મોદી સરકારના ડિજિટલ ઈંડિયા અભિયાનને ઝડપી બનાવશે.જીસેટ -11 ખુબજ મોટો સેટેલાઇટ છે, જેની દરેક સોલર પેનલ 4 મીટરથી વધારે છે અને તે 11 કિલો ઊર્જાનું ઉત્પાદન કરે છે.
જીસેટ -11ની કુલ કિંમત રૂ. 1117 કરોડ છે તેનું વજન 5.6 ટન છે. આશા છે કે, આ ઉપગૃહને જાન્યુઆરીના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
આ ઇન્ટરનેટ સેવાઓ આપનાર દેશનો સૌપ્રથમ સેટેલાઇટ હશે એવું માનવામાં આવે છે ભારતમાં સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ સેવાઓમાં વિસ્તરણ અને ક્રાંતિકારી પરિવર્તન આવશે.તેને ફ્રેન્ચ ગુયાનાથી યુરોપિયન સ્પેસ એજન્સીના એરિયાન -5 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com