જગન્નાથ રથયાત્રા: CM રૂપાણી, DyCM પટેલે સતત બીજીવાર કરી પહિંદ વિધિ

વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલએ સતત બીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવ્યું હતું. વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે બંને પહોચ્યા હતા. સવારે 7 વાગ્યે પહિંદ વિધિ સાથે જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. વિજય ભાઈ અને નીતિન ભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને 141 માં વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી હતી. અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓએ જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com