પૂર્વ ટેકનિશિયન નીકળ્યો માસ્ટરમાઈન્ડ: જીઓ ટાવરમાંથી ચોરીનો કિસ્સો ખુલ્યો
દેશભરમાં છેલ્લા થોડા મહિનાઓથી JIO Mobile Tower માંથી 5G બેઝબેન્ડ યુનિટની ચોરીનો જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી લગભગ બેએક હજાર જેટલા 5G BBU ગાયબ થઈ ચૂક્યાં છે. Ahmedabad Rural Policeની Team LCB એ આ જ પ્રકારની ચોરી કરતી એક જોડીનો ભેદ ઉકેલી તેમને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ 5G બેઝબેન્ડ યુનિટ, તેમની પાસે રહેલું ટુ-વ્હીલર અને ટાવર ખોલવા વપરાતા ટૂલ્સ કબજે કર્યા છે. પકડાયેલા શખ્સો કેવી રીતે અને કેમ આ ચોરી કરતા હતા, તે અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
પોલીસે બે શખ્સોને રંગે હાથે પકડ્યા
જીઓ ટાવરમાં વારંવાર થતા ચોરીકાંડને લઈને કંપની છેલ્લા એકાદ વર્ષથી મુશ્કેલીમાં હતી. Ahmedabad Rural Police, સાણંદ અને ધોળકા વિભાગોની ટીમો સાથે LCB એ સંયુક્ત ઓપરેશન ચલાવી બે શખ્સોને ટુ-વ્હીલર પર ચોરી કરવા નીકળેલા સમયે ઝડપી લીધા. પોલીસે ઉત્તમકુમાર કેશરાજ શર્મા અને વિશાલ જયંતીભાઈ ચાવડાને કબજે કરી તેમની પાસેથી ત્રણ 5G BBU, એક્ટિવા, કટર, સ્ક્રુડ્રાઈવર, ડીસમીસ અને મોબાઈલ ટાવર ખોલવાની ખાસ ચાવી મળી પાડી. પ્રાથમિક તપાસમાં બંનેએ અમદાવાદના 8 તથા જિલ્લામાંના 2 ટાવરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી. ઉપરાંત, ઉત્તમ શર્મા અગાઉ ગાંધીનગરમાં પણ એક ટાવરમાં ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.

ટાવર લગાવતી ટીમનો પૂર્વ સભ્ય જ સૂત્રધાર
પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે ઉત્તમકુમાર શર્મા આ ગુનાનો મુખ્ય પ્લાનર હતો. તે અગાઉ કાશ્મીર ખાતે અન્ય ટેલિકોમ કંપનીના ટાવર પરથી યુનિટ ચોરી કરી ચૂક્યો છે. Gujarat માં JIO Mobile Tower સ્થાપવાની પ્રક્રિયામાં તે પાંચથી છ વર્ષ કામ કરતો હતો, તેથી કયા વિસ્તારમાં ટાવર છે તેની તેને સંપૂર્ણ જાણકારી હતી. ઉપરાંત, તેના પર અમદાવાદમાં POCSO Case દાખલ હોવાથી તે કોર્ટની પ્રક્રિયાઓ માટે વારંવાર શહેર આવતો. કાનૂની ખર્ચ અને આર્થિક તંગીને કારણે તે સતત ચોરીનો માર્ગ અપનાવતો ગયો.

માત્ર JIO ટાવર જ કેમ?
પોલીસને શંકા છે કે દેશમાં થતા 5G બેઝબેન્ડ યુનિટના ચોરીકાંડ પાછળ આંતરરાજ્ય ગેંગ સક્રિય છે. ચોરાયેલા યુનિટ અર્ધ-વિકસિત દેશોમાં વેચાતા હોય તેવી આશંકા છે અથવા કેટલાક કોલ સેન્ટર નેટવર્ક તેનો ઉપયોગ કરતા હોય શકે છે. પકડાયેલ ઉત્તમ શર્મા દરેક 3.50 લાખના યુનિટને માત્ર 15 હજાર રૂપિયામાં દિલ્હીની એક ટોળકી ને વેચતો હતો. ખાસ વાત એ છે કે આ ટોળકી તેને ફક્ત JIO 5G BBU જ સપ્લાય કરવા કહેતો હતો. Ahmedabad LCB હાલમાં દિલ્હીની આ ગેંગ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

