રિલાયન્સ જિયો ટૂંક સમયમાં લોકોને સેટેલાઇટ આધારિત હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પણ પ્રદાન કરી શકે છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ કંપનીને એક લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) જાહેર કર્યો છે. આ LoI રિલાયન્સ જિયો ઇન્ફોકોમના સેટેલાઇટ યુનિટને જાહેર કરવામાં આવ્યો છે.
તેની પરમિશન સાથે જિયો ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન સેટેલાઇટ સર્વિસ શરૂ કરી શકે છે. આ સર્વિસ ત્યાં જ શરૂ કરી શકાય છે જ્યાં કંપનીને લાઇસન્સ મળ્યું હોય.
મોબાઇલ સેટેલાઇટ નેટવર્ક લો-અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ તેમજ જીઓસિંક્રોનસ ઉપગ્રહો સાથે સુમેળમાં કામ કરશે. પીટીઆઈના અહેવાલમાં બિઝનેસના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમના સેટેલાઇટ યુનિટને જિયો સેટેલાઇટ કોમ્યુનિકેશન લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સાથે કંપની ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન સેટેલાઇટ સેવા સેટઅપ અને ઓપરેટ કરી શકે છે.
GMPCS સેવામાંથી વૉઇસ અને ડેટા સેવા ઉપલબ્ધ થશે
આ સાથે કંપની જ્યાં લાઇસન્સ ધરાવે છે અથવા ત્યાં 20 વર્ષ સુધી સર્વિસ આપી શકે છે. જીએમપીસીએસ સર્વિસમાંથી વોઇસ અને ડેટા સેવા સેટેલાઇટ દ્વારા પૂરી પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કંપનીએ દેશભરમાં સેટેલાઇટ-આધારિત બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવા માટે લક્ઝમબર્ગ સ્થિત SES સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.
આ નવી સર્વિસ દ્વારા Jio Elon Muskની કંપની અને સુનિલ મિત્તલની કંપની OneWeb હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા માટે ઘણો આગળ વધી શકે છે. હાલમાં ભારતમાં આ સેવા ક્યાં અને ક્યારે શરૂ થશે તે અંગે કંપનીના ઓફિશિયલ નિવેદનની રાહ જોવાઈ રહી છે.