ગુજરાત ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી ભાજપના ઉમેદવારના સમર્થનમાં કમાએ કર્યો પ્રચાર

0
49

ગુજરાતના લોકડાયરમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર અને નામના મેળવનાર કમાની હવે રાજ્કીય અખાડામાં એન્ટ્રી થઇ છે. ગુજરાતના લોકગાયક કર્તિદાન ગઢવીના ડાયરમાં પોતાની અદાઓથી લોકોને પ્રભાવિત કરનારા કમાએ હવે રાજ્કીય પાર્ટીના પ્રચારમાં જોડાયો છે કમાએ જે પ્રકાર ડાયરાઓમાં નૃત્ય કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને આજે સૌ કોઇ ગુજરાતમાં કમલેશ ઉર્ફે કમાને ઓળખે છે.

જેઓ વર્તમાન શિક્ષણમંત્રી અને ભાવનગરના ઉમેદવાર જીતુવાઘાણીના સમર્થનમાં કમાએ પ્રચાર કર્યો છે કમા ગુજરાતમાં કમાએ કોઇ સેલિબ્રેટીથી ઓછું નથી તેના જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કમા સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી જોવા મળી હતી તેમજ ભારત માતાકી જયના જયઘોષ પણ કર્યા હતા