અેન્ટી રિંકલ્સ ક્રીમ ખરીદતા પહેલાં અાટલી રાખો સાવધાની

સુંદર દેખાવું કોને ન ગમે, પણ ઉમર વધવાની સાથે સાથે ત્વચાનો નિખાર ઓછો થવા લાગે છે. ત્વચા નિસ્તેજ અને ઝાંખી થઈ જાય છે. ઉંમર વધતા તેની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ અાવે છે.ત્વચા પર કરચલી પડવા લાગે છે. અા કરચલીઓ છુપાવવા લોકો રોજ નવા નવા પ્રયોગ કરે છે. રોજ નવી નવી
પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પોતાની ત્વચાની જરૂરિયાત અને પ્રકાર સમજ્યા વગર ટીવી પર જાહેરાતો જોઈને એન્ટી એજિંગ ઉત્પાદનનો ઉપયોગ કરવાથી ઘણી વખત તકલીફ ઘટવા કરતા વધી જાય છે, ઘણી વખત તો આ પ્રોડક્ટ્સ નુકસાન પહોંચાડે છે. આથી અાવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવી.
કોઈ પણ એન્ટી-એજિંગ ક્રીમને ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું જોઇએ કે ત્વચાને મોઈશ્ચરાઈઝર કરવા માટે શું છે? જેમ કે, જોઝોબા ઓઈલ, ગ્રીન ટી વગેરે ત્વચાને યોગ્ય નિખાર અાપે છે. ત્વચાની ઉષ્માને પણ જાળવી રાખવા અને ત્વચાને હાઈડ્રેટ પણ કરે છે
દરેક સારા એન્ટી-એજીંગ પ્રોડક્ટમાં રેટિનૉઇડ્સનો હોય તે અગત્યનું છે, જે કરચલીની સારવારમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કદાચ તમે ઉત્પાદનના લેબલ પર રેટિમોઇડની જગ્યાએ રેટિન-એ અને રિવ્યૂ જેવા તત્વો જોઈ શકશો. આ વસ્તુનો પ્રભાવ લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી જ દેખાશે.
કિરેટીન છોડમાં મળી આવે છે .સંશોધનમાં મળી આવ્યું છે કે આ પદાર્થ ન ફક્ત ત્વચા પુનઃચમકતી કરવામાં સહાયક છે પણ કોલાજેનનું નિર્માણ કરવામાં પણ તે ખૂબ ઉપયોગી છે.
આલ્ફા હાઈડ્રૉક્સી એસીડ ત્વચાના મૃત કોશિકાઓને દૂર કરવા અત્યંત મદદગાર છે, જેનાથી ત્વચાનો ગ્લો સાચવી શકાય છે. તેનો ઉપયોગ કરચલી, ઝાંખપ, નુર વગરની ત્વચા વગેરેની સારવારમાં મદદરૂપ થાય છે અને ત્વચાના છિદ્રોને ખુલતા અટકાવી શકે છે. એન્ટી એજિંગ ઉત્પાદન ખરીદતી વખતે તમે ખાસ જાણો કે તે પ્રોડક્ટમાં આ ઘટક છે કે નહીં. પછીજ તેને ખરીદો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com