કેશોદ ભાજપમાં ભંગાણ કેશોદથી દેવા માલમને રિપીટ કરાતા આ નેતાએ આપ્યું રાજીનામું

0
50

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીથી લઇ બુથ મેન્જમેન્ટ સુધી તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે ભાજપ દ્રારા 166 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે પરંતુ કેટલીક બેઠકો ઉમેદવારો જાહેર કરાતા ભાજપના કાર્યકરો ,હોદ્દેદારોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમજ કેટલાક ભાજપના એવા ઉમેદવારો છે જેના આ વખતે ટિકિટની આશા સેવાને બેઠા હતા જો કે ન મળતા પક્ષ સાથે બાગવત કરવાનો વિચાર કર્યુ કેશોદ બેઠક પર ભાજપ દ્રારા દેવા માલમને ઉમેદવારો તરીકે જાહેર કરતા વિવાદ વકર્યો છે.

 

જેમાં પૂર્વ MLA અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધો છે
આ અંગે અરવિંદ લાડાણીએ જણાવ્યુ હતુ કે 2022ની અંદર કેશોદ બેઠક પરથી મે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માગી હતી પાર્ટીનું જે નિર્ણય છે તે શિરોમણી છે ભાજપથી હું 1983થી જોડાયેલો છું 2012થી 2017માં પાર્ટીએ મને કેશોદથી ટિકિટ આપી મે પાચ વર્ષ પ્રજાની સેવા કરી છે મે કેશોદમાં અને માગરોળના ગામડાઓ મળાવી 560 કરોડના કામો કર્યા છે પાર્ટીએ જેને ટિકિટ આપી છે તેમના પાંચ વર્ષના કામ કેશોદની જનતાએ પણ જોયા છે 2012 થી 2017ના કેશોદના પાંચ વર્ષોના કામ ફરી મળી રહે એના માટે હું એવો નિર્ણય કરું છું કે ભાજપના કાર્યકરોએ ભાજપના સર્વસમાજ આગેવાનો મને કહ્યુ કે અપક્ષમાંથી ચૂંટણી લડો ત્યારે મે રાજીનામુ આપી અપક્ષ ચૂંટણી લડવાનું વિચાર કર્યુ