ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ખેડા જિલ્લાના પ્રમુખે પાર્ટીમાંથી આપ્યુ રાજીનામું

0
85

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને જોતા તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં જોતરાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસમાં આંતિરક વિખવાદને લઇ નારાજગીનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે. એક-બાદ એક કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો કોંગ્રેસ સાથે છેડો ફાડી બીજા પાર્ટીઓમાં જોડાઇ રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે કફોડી બની છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના પ્રમુખ રાજેશ ઝાલાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી સૌ કોઇને ચોકાવી દીધા છે સૂત્રો અનુસાર રાજેશ ઝાલા કેટલાક સમયથી કોંગ્રેસની કામગીરીથી નારાજ ચાલી રહ્યા હતા તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી રાજીનામું સુપરત કર્યુ છે. તાજેતરમાં મહેમદાબાદના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું ભાજપમાં જોડાવાની ઇચ્છા પ્રગટ કરી હતી એટલે જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ નેતાઓની નારાજગી ખુલીને સામે આવી રહી છે. જણાવી દઇએ કે આ વર્ષે કોંગ્રેસના કેટલાક દિગ્ગજો નેતાઓ કોંગ્રેસથી રાજીનામું આપી ભાજપમાં ભળી ગયા છે. અને હાલ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.