ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ સત્તાના સંગ્રામ તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે રોડ -શો કરી રહ્યા છે અને મતદારોને પોતાના તરફેણ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપથી વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ગૃહમંત્રી અમિતશાહ પ્રચાર કરી રહ્યા છે આજે પ્રધાનમંત્રી મોદી ઉત્તરગુજરાતના મહેસાણા ખાતે પહોંચ્યા હતા જયાં તેમણે વિશાળ જનસભાને સંબોધતા કહ્યુ કે થોડાક દિવસ પહેલા તમારી વચ્ચે આવવાનું મોકો મળ્યો હતો મોઢેરા આવ્યો હતો દેશનું પહેલા સૂર્ય ગ્રામ એનો ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્યું મહેસાણા સૂર્યગ્રામનું લોકાર્પણ થતાની સાથે આખા દુનિયામાં મોઢેરા ચમકી ગયો અને સાથે સાથ મહેસાણા પણ ચમકી ગયુ યુનાઇટેડ નેન્શનના સેક્રટરી જનરલે મને અપીલ કરી કે મને સૂર્યગ્રામ જોવા જવુ છે અને અમેરિકાથી અહીયા આવ્યા જોયુ અને તેમણે જાહેરમાં વખાણ કર્યા સૂર્ય ક્ષેત્ર કેટલી ચર્ચાઓ કરી આ બધુ શક્ય બન્યુ છે તમારી આર્શીવાદ છે અને આ બધુ કરી શકુ છો એનુ કારણ આ માટીએ મને મોટો કર્યુ છે અહીના પાણીએ મને ઘડ્યુ છે અને અહીના પરસેવાની શ્વાસ દેશ અને દુનિયામાં ગુજરાતીઓ ગૌરવ કરે એમ આખો દેશ ફલીફૂલી રહ્યો છે
મહેસાણા જિલ્લો એટલે રાજકીય રીતે ખૂબ જાગૃત જિલ્લો મહેસાણા જિલ્લો રાજ્કીય ભવિષ્ય નક્કી કરે આટલી મોટી સંખ્યામાં માતા બહેનો આવી છે તેમને હું પ્રણામ કર્યુ ગત બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર દક્ષિણગુજરાત ગયો અને આજે ઉત્તરગુજરાતમાં આવવાનું મોકા મળ્યો અને ચારે તરફથી જે સમાચારો મળે છે એમ લાગે છે આ ચૂંટણી મોદી નથી લડી રહ્યો ના નરેન્દ્ર લડે છે ન ભૂપેન્દ્ર લડે છે આ વખતની ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે ગુજરાતના યુવાનાઓએ આ વિજ્ય ધ્વજ પોતાના હાથમાં ઉપાડ્યો છે માતા બહેનો મેદાનમાં ઉતરી છે જયાં જઇ ત્યા એક જ નારો ગુંજી છે ફરી એકવાર વાર મોદી સરકાર અને આ જુમો અને જુસ્સો ગુજરાતના ખૂણેખૂણે છે અને જયારે બારીકાઇંથી જુઓ મારા ધ્યાનમાં આવે છે કે યુવાનો માત્ર ગુજરાતની નહી દેશના પણ યુવાનો હવે જે રીતે જાહેરજીવનમાં રસ લેતા થયા છે રાજ્કીય પ્રવૃતિના આટા પાટાને સમજીને સત્યના પારખા કરી રહ્યા છે એણે દેશના ભવિષ્યમા માટે નવી આશા પેદા કરી છે નવુ વિશ્વાસ પેદા કર્યો છે અને દેશની યુવા પેઢી ભાજપ તરફ ભળી છે ભાજપનો ઝંડો લઇને આગળ વધી રહી છે તે આંખે પાટા બાધીને નથી નીકળી તેઓ એક એક બારીક નિરીક્ષણ કરે છે એનું મૂલ્યાંકન કરે છે અને પછી એ નિર્ણય કરે છે કયા રસ્તે જવું છે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે તેમણે ભૂતકાળની સરકારની કામગીરી જોઇ છે તેમણે કોંગ્રેસનું મોડેલ કયો હતો તેમને બરાબર ખબર પડે છે દેશને આગળ લઇ જવુ હશે આવનારા 25 વર્ષમાં દેશને સમુદ્ઘ બનાવવું હશે તો વૌભવી બનાવુ હશે તો ભાજપની નિતી ,રિતી અને રણનિતી કામ આવવાની છે કેમ કે એણે જોયુ છે કોંગ્રેસનું મોડેલ કયુ છે કોંગ્રેસનું મોડેલ એટલે અરબો ખરબોનું ભ્રષ્ટ્રાચાર ,ભાઇ ભત્રીજાવાદ ,વંશવાદ પરિવાર વાદ ,જાતિવાદ ,કોંગ્રેસની મોડેલની ઓળખાણ સાપ્રદાયિક વાદ, વોટબેન્ક પોલિટકિસ કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડયા છે સમાજના જેટલા ટુકડા થઇ શકે તેટલા ટુકડા કર્યા છે શહેરના ગામડાથી લડાવાનો કામ કર્યુ છે જાતિઓને લડાવો બીજો લોકોને પછાત જ રાખવાના લોકોની સ્થિતિ એવી રાખવાની કે કાયમ ગરીબોને હાથ લાંબા કરવા પડે તે તમામ બાબતો પર પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર ચાબખા માર્યા હતા