કેજરીવાલને લઇ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડનું વિવાદાસ્પદ નિવેદન આવ્યુ સામે જાણો શું બોલ્યા

0
68
facebook.com/Jethabhai.Ahir/

વિધાનસભાની ચૂંટણી ટાણે ભલે જંગ ચૂંટણીનો હોય પરંતુ સોશિયલ મિડિયા પર તમામ પાર્ટી એકબીજાના વિડિયો ફોટા સહિતની વસ્તુઓથી વિવાદ ઉભી કરી રહી છે અને પાર્ટીઓ સામ-સામે આરોપ -પ્રત્યારોપ લગાવી રહી છે અને પોતાના રાજ્કીય રોટલા શેકી રહ્યા છે કેટલીક વખત નેતાઓ સભા ગજવતી વખતે અતિઉત્સાહમાં આવી ભાગરો વાટી જતા હોય છે તેવું જ પંચમહાલના જિલ્લાના શહેરા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે કેજરીવાલને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

 

 

જેમાં ધારાસભ્ય જેઠાભરવાડાને શબ્દો કંઇ આવા હતા ગુજરાત વાળા કહે છે કે કેજરીવાલ આમરા ત્યા આવ્યા છે અમે તેમને દિલ્હી પાછા જેવી રીતે કપડા પહેરીને આવ્યા છે તેવા કપડા પેહરાવીને મોકલી દઇશું નગ્ન કરીને મોકલી દઇશું અમારી ગુજરાતની પ્રજાનું સાહેબ મિજાજ ખૂબ જુદો હોય છે અમારી ગુજરાતની પ્રજા જે એકવાર નક્કી કરી લે જે કરવું છે પછી ગમે તેટલા મફત આપવા આવે મફતની વાત કરીને જાય પણ અમે ગુજરાતીઓ કોરોનાકાળથી અત્યારસુધી મોદીએ મફત આપવાની યોજના બનાવી છે એટલા માટે અમે મોદીનું આભાર માનીએ છીએ