કુમારસ્વામી કર્ણાટકના CM તરીકે લેશે શપથ

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે મંત્રીમંડળમાં કુલ 34 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ડે. સીએમના શપથ લીધા બાદ 24મી મેના રોજ ફલોર ટેસ્ટ કરવામાં આવશે. વેણુગોપાલ અનુસાર 34 મંત્રીઓમાંતી કોંગ્રેસના 22 મંત્રી હશે જ્યારે મુખ્યમંત્રી સહિત જેડીએસમાંથી 12 મંત્રી બનશે. વિધાનસભાનું સ્પીકર પદ કોંગ્રેસને મળશે. વિધાનસભામાં સ્પીકર તરીકે કે આર રમેશ કુમારનું નામ સૌથી આગળ છે. કર્ણાટકના રાજકારણમાં ચાલેલી ભારે ઉથલપાથલ દરમિયાન કોંગ્રેસ-જેડીએસના તારણહાર બનેલ ડી કે શિવકુમાર શપથગ્રહણમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પદના શપથ લેવાના એક દિવસ પહેલા એચડી કુમારસ્વામીએ મંગળવારે હિન્દુઓના પવિત્ર તીર્થસ્થાન ‘ધર્મસ્થલા’ તેમજ ‘શ્રૃંગરી’ મંદિરમાં ગઠબંધન સરકારની સફળતા માટે પ્રાર્થના કરી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com