કુષ્ણનગર પોલીસે વિદેશીદારૂનો જંગી જથ્થો ઝડપ્યો બુટલેગરના ઇરાદા નિષ્ફળ નિવડ્યા

0
71

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ અને કહેવા પૂરતી છે વર્ષોથી ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી બેફામ રીતે બુટલેગરો દ્રારા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે અને ધમધોકાર દારૂની રેલમછેલ ચાલવી રહ્યા છે જોકે અવાર-નવાર સ્ટેટ મનોટરિંગ સેલ ક્રાઇમબ્રાન્ચ દ્રારા બુટલેગરોના ઇરાદો નિષ્ફળ બનાવી દારૂ જથ્થો પકડવાનો આવતો હોય છે હોવાછતા જાણે કે ગુજરાતમાં દારૂબંધીમાં હટી ગઇ હોય તેવી રીતે ટ્રકોને ટ્રક રાજ્યમાં લાવી રહ્યા છે અને કટિગ અલગ અલગ સ્થળે પહોચાડી રહ્યા છે અમદાવાદ.કુષ્ણનગર પોલીસ દ્રારા સોસયટીમાં વિદેશી દારૂ ભરેલી ગાડી પર રેડ પાડી દારૂ પ્યાસીઓ સુધી પહોચે તે પહેલા દારૂના મોટો જથ્થો કબ્જે કર્યો

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા અને અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા તત્વોને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનરના કડક સૂચનો મુજબ અમદાવાદ પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે શહેરના કુષ્ણનગર પોલીસ સ્ટેશન PI માર્ગદર્શન મુજબ વિસ્તારમાં ચાલતી ગુનાહિત પ્રવૃતિને ડામવા પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન પોલીસકર્મીઓને ખાનગ રાહે બાતમી મળી હતી કે સરદાર ચોક પાસે આવેલી આર્શીવાદ સોસાયાટી ખાતે 12 નં કમપાઉન્ડમાં એક સફેદ કલરની I20 કાર Gj 18 BK 7579 ની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તે દરમિયાન બાતમીવાળી જગ્યા પર પોલીસે રેડ પાડી આસપાસથી પસાર થતા લોકોને પૂછપરછ કરી હતી જોકે આજુબાજું ગાડીના માલિક હાજર ન હતો જેમાં ગાડીની તાલશી લેતા સીટના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જ્થ્થો ભરેલો હતો જોકે જે ઘરની આગળ ગાડી પાર્ક કરેલી હતી તેમાં તાળુ મારેલુ હતું જોકે આજુબાજુ પૂછતા આ ઘર અનિલ રતિલાલ મરાઠી નામના શખ્સોનું હોવાનું સામે આવ્યુ જે પોલીસ રેડથી 10 મિનિટ પહેલા કાર પાર્ક કરી બહારની તરફ નીકળો ગયો હતો અને દારૂ પાછળને ભાગે બોકસમાં ખીચોખીચ ભરેલું હતું અને ગાડીની ડેકી ચેક કરતા GJ 18 BG 2514 નંબરની પ્લેટો પણ મળી આવી હતી અને હાલમાં ગાડીમાં લાગેલી Gj 18 BK 7579 નંબર પ્લેટ ખોટી હોવાનું જણાવા મળ્યુ હતું જેમાં ગાડીમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂ નંગ 792 તેની કિં 1,17.420 આંકવામાં આવી છે તેમજ કાર 4,00000 મળી કુલ 5,17 ,420 મુદ્દામાલ કબ્જે કરી શખ્સે વિરુદ્ઘ પ્રોહિબિશનનું ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે