શહેરના આંબાવાડીમા મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી. આંબાવાડીના ભૂદપુરા વિસ્તારમાં આવેલ ગણેશનગરના રહીશો અને મહાત્મા ગાંધીકુંજના રહીશો સામસામે આવી જતાં મામલો બીચક્યો હતો. બન્ને પક્ષના સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂના સેવનના કારણે દારૂની કોથળી તેમજ દારૂની બોટલ વારંવાર ફેંકવામાં આવે છે તેના કારણે પથ્થરમારો થયો હોવાની પ્રાથમિક માહીતી હાલ સામે આવી રહી છે. તો પથ્થરમારાના લાઈવ દશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મામલો થાળે પાડયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂ પી ને લોકો બબાલ કરી રહયા છે.
અમદાવાદમાં આંબાવાડી વિસ્તાર ગણેશનગર ઓરડાના મકાન માં જે ઘરનું ઘર કહેવાય બધા દારૂના વેપારી રહે છે એમાં દેશી ઈંગ્લીશ દારૂની પીને બોટલો ફેંકવામાં આવે છે સાતમા આઠમા માળેથી અને શ્રીગાંધીકુંજ સોસાયટી પર દારૂની બોટલો ફેંકે છે રહીશો ઘરની બહાર નીકળી નથી શકતા બધા કંટાળી ગયા છે.
એમાં પણ ચાર દિવસથી કંટીન્યુઅસ ચાલુ છે બોટલ ફેકવાનું અમે લોકોએ ત્રણ અરજી પણ કરી છે પોલીસ સ્ટેશનમાં પોલીસે એક પણ આરોપીને પકડ્યો નથી હજુ સુધી
અને ગઈકાલે મોડી રાતે 10:30 પછી એ લોકોએ અમારા પર પથ્થર મારો પણ કરી નાખ્યો અને પોલીસ આવી તો પોલીસ પર પણ પથ્થર મારો કર્યો હતો. પોલીસે કોઈપણ એક્શન લીધી નથી એક પણ આરોપીને ચાર દિવસમાં એક પણ આરોપીને પકડ્યો નથી ગુજરાતમાં દારૂબંધી છે તો પણ અમારા એરિયામાં ખુલ્લેઆમ એ લોકો દારૂ વેચે છે