જાણો કેમ દર 6 મહિને અા અાઇલેન્ડ પોતાનો દેશ બદલે છે 

એક બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને તંગદીલી છે. તો અેકબાજુ વિશ્વના અેવા બે દેશો પણ છે જેમણે સમજદારીથી પોતાની જૂની દુશ્મની ભૂલાવી દોસ્તી કરી લીધી છે.

સ્પેન અને ફ્રાન્સ વચ્ચે ફૈંસેસ નામનો એક આઇલેન્ડ છે.બન્ને દેશો આ આઇલેન્ડની અદલા બદલી કરતા રહે છે.અત્યારે આ આઈલેન્ડ 6 મહિના માટે સ્પેન પાસે છે.છ મહિના પછી ફરીથી સ્પેન 3000 વર્ગ મીટરની આ જમીન ફ્રાન્સ પરત કરશે.આ પરંપરા છેલ્લા 350 વર્ષોથી ચાલી રહી છે.આ આઇલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની સીમા પર અાવેલ બિડાસોઆ નદી પર હાજર છે.

ફ્રાન્સ-સ્પેનની સીમા પર હાજર છેલ્લું શહેર હેંડેઇ છે.આ ફ્રેન્ચ બૅસ્ટ બીચ રિસર્ટ પર હાજર છે, જ્યાં સેંકડો સીલનો જમાવડો લાગે છે.ત્યાં બીજી બાજુ એક મોટા ડૅમ પછી સ્પેનનુ ઇરન શહેર અસ્તિત્વમાં છે,અહીં 1659માં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત આ ટાપુ પર કરવામાં આવી હતી.

તેની સાથે જ નક્કી કરવામાં આવ્યું હતું કે આ આઇલેન્ડ બંને દેશો સાથે શેર કરશે.આ આઇલેન્ડ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઇ સુધી સ્પેન પાસે, બાકીના છ મહિના ફ્રાન્સ પાસે રહે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com