સ્ટાર ફુટબોલર રિકાર્ડો કાકાએ લીધી નિવૃતી

બ્રાઝિલના વર્લ્ડ કપ વિજેતા સ્ટાર એટેકિંગ મિડફિલ્ડર અને વિશ્વ ફુટબોલના સ્ટાર રિકાર્ડો કાકાએ ફૂટબોલમાંથી સત્તાવાર રીતે પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. અમેરિકાની મેજર લીગ સોકર (એમએલએસ)માં ઓરલેન્ડો સિટી તરફથી પોતાની અંતિમ મેચ રમ્યા બાદ કાકા ભાવુક થઇ ગયો હતો. કાકાએ જણાવ્યું હતું કે હું ફૂટબોલ સાથે જરૂરથી સંકળાયેલો રહીશ. જોકે, હવે હું ખેલાડી તરીકે નહીં પરંતુ કોઇ ક્લબ સાથે મેનેજર કે પછી ડાયરેક્ટરની જવાબદારી સંભાળી શકું છું. બાર્સેલોનાના લિયોનેલ મેસ્સી અને રિયલ મેડ્રિડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલાં છેલ્લે બલોન ડી’ઓરનો એવોર્ડ જીતનાર ફૂટબોલર કાકા હતો. ૨૦૦૭માં કાકાના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
૨૦૦૭ માં બેલન ડીઓર પુરસ્કાર જીતી ચુકેલા કાકાએ જણાવ્યું છે કે, “હું ફૂટબોલથી મારો સંબંધ તોડીસ નહી, પરંતુ ભૂમિકા બદલાયેલી હશે. હવે હું વ્યાવસાયિક ખેલાડી નથી. હું એક ક્લબમાં મેનેજર અથવા રમત નિર્દેશકનું પદ લઇ શકું છુ.” ૩૫ વર્ષીય કાકાએ જણાવ્યું છે કે, એસી મિલાને તાજેતરમાં જ તેમની સામે તેનો પ્રસ્તાવ રાખ્યો હતો.

એસી મિલાનની સાથે રમતા જ કાકાએ દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરના બેલન ડીઓર પુરસ્કાર જીત્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોન મેસી પહેલા આ પ્રતિષ્ઠિત પુરસ્કારને જીતનાર તે છેલ્લા ફૂટબોલર છે. કાકા બ્રાઝીલની આ ટીમના ભાગ રહ્યા છે, જેને ૨૦૦૨ માં વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું.

૩૫ વર્ષીય કાકા પોતાની કારકિર્દી દરમિયાન એસી મિલાન અને રિયલ મેડ્રિડ જેવી ટીમ તરફથી રમી ચૂક્યો હતો અને તેની ગણના યુરોપના શ્રેષ્ઠ મિડફિલ્ડરોમાં કરવામાં આવતી હતી. આ ઉપરાંત બ્રાઝિલ તરફથી પણ તે ૯૨ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૨૯ ગોલ ફટકાર્યા હતા. બ્રાઝિલ તરફથી તે ૨૦૦૨ના ફિફા વર્લ્ડ કપમાં, ૨૦૦૫ અને ૨૦૦૯ના ફિફા કોન્ફેડરેશન કપમાં ચેમ્પિયન બન્યો હતો. ઇટાલીની ફૂટબોલ ક્લબ ટીમ એસી મિલાન તરફથી તેણે પોતાની આગવી ઓળખ બનાવી હતી. એસી મિલાન તરફથી તે ચેમ્પિયન્સ લીગમાં. સીરી-એમાં, ઇટાલિયન સુપર કપમાં અને યુઇએફએ સુપર કપમાં ચેમ્પિયન બન્યો હતો. તેના આવા શાનદાર પ્રદર્શનને કારણે રિયલ મેડ્રિડે તે સમયમાં ૬૭ મિલિયન યૂરોમાં તેને ખરીદી પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.

બ્રાઝીલના પ્રખ્યાત ક્લબ સાઓ પાઉલોથી કારકિર્દીની શરૂઆત કરનાર કાકા ૨૦૦૩ માં મિલાનથી જોડાયેલ છે. મિલાનની સાથે છ વર્ષની કારકિર્દીમાં કાકાએ મિલાને સ્કૂડેટ્ટો (૨૦૦૩-૦૪), સુપરકોપ્પા ઇટાલિયાના (૨૦૦૪), યુઈએફએ સુપર કપ (૨૦૦૭), ફીફા ક્લબ વર્લ્ડ કપ (૨૦૦૭) અને ચેમ્પિયન્સ લીગ (૨૦૦૭) ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. કાકા ૨૦૦૯ માં ૬૮ મિલિયન યૂરો (લગભગ ૫૧૫ કરોડ રૂપિયા) ના કરાર સાથે રિયલ મેડ્રિડ ક્લબમાં સામેલ થયા ગયા છે.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com