લંડન: ગે-લવર સાથેના લફરામાં હત્યારા મિતેશ પટેલને આજીવન કારાવાસ, જેસિકા પટેલની કરાઈ હતી હત્યા

તાજેતરમાં ગુજરાતી મહિલાની લંડનમાં તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પતિને મહિલાની હત્યા માટે દોષી જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસની ગયા મહિને સુનાવણી થઈ હતી ત્યાર બાદ ગતરોજ વધુ સુનાવણી કરવામાં આવી હતી. જ્યૂરીએ પતિને હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. પતિએ પત્નીને સુપર માર્કેટની પ્લાસ્ટીક બેગની દોરીથી ગળે ટૂંપો દઈને મારી નાંખી હતી. પતિએ પત્નીને એટલા માટે મારી નાંખી હતી કે ગે-એપ પર મિત્ર બનેલા ફ્રેન્ડ સાથે તે નવી લાઈફ શરૂ કરી શકે.

ગુજરાતી મૂળની 34 વર્ષીય જેસિકા પટેલની લાશ નોર્થ ઈંગ્લેન્ડમાં આવેલા મિડલ્સબર્ગ વિસ્તારના ઘરે મળી આવી હતી. જેસિકા પટેલની હત્યા આ વર્ષના મે મહિનામાં કરવામાં આવી હતી. હત્યાના દિવસે 37 વર્ષીય મિતેશ પટેલે પત્ની હત્યા કરી હોવાનો ઈન્કાર કર્યો હતો.

ટેસાઈડ ક્રાઉન કોર્ટના જસ્ટીસ જેમ્સ ગોઝે જ્યૂરીને કહ્યું કે આરોપીને આજીવન કેદની સજા ફરજિયાત છે.જેસિકાનો કાંટો કાઢ્યા બાદ મિતેશ પટેલ ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના લવર ડો.અમિત પટેલ સાથે રહેવા જવાનો હતો. મિતેશ પટેલે પોતાનો બે મિલિયન પાઉન્ડનો વીમો પણ અમિત પટેલને આપવાનું નક્કી કર્યું હતું.

મિતેશ પટેલે તેના ગે-લવર અમિત પટેલ સાથે જેસિકાને મારી નાંખવાના પ્લાન અંગે પણ ઈન્ટરનેટ પર ચર્ચા કરી હતી. જેસિકાને કેવી રીતે ઠેકાણે પાડવી તે વિશે નેટ પર થયેલી વાતચીતને પણ કોર્ટ પુરાવા તરીકે ગણ્યા હતા. મિતેશે જેસિકાને ઈન્જેક્શન આપ્યા બાદ ગળે ફાંસો આપી દીધો હતો.

જેસિકા અને મિતેશ પટેલની મુલાકાત માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. જેસિકા લંડનનાં મિડલ્સબર્ગના રોમન રોડ ખાતે કેમિસ્ટની દુકાન ધરાવતી  હતી. ઘર અને દુકાન નજીક-નજીકમાં હતા. ત્રણ વર્ષથી દુકાન ચાલી રહી હતી. જેસિકાનું ખૂન 14મી મેનાં દિવસે કરવામાં આવ્યું હતું.

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com