દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

0
107

ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાજીએ સુરતના મીની બજાર ડાયમંડ માર્કેટ ખાતે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો.

ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાજીએ ડાયમંડ કારખાનામાં રત્ન કલાકાર ભાઈઓ સાથે મુલાકાત કરી.

ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાજીએ ચોકસી માર્કેટમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સાથે જનસભા કરી.

ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાજીએ સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ ખાતેથી પ્રારંભ કરી ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી.

રાઘવ ચઢ્ઢાજીએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની જાણકારી આપી.

રાઘવ ચઢ્ઢાજીએ જાતે લોકોના રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે : રાઘવ ચઢ્ઢા

બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ અને લોકોની સારવાર માટે શાનદાર સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે : રાઘવ ચઢ્ઢા

યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરી અને નોકરી મળે નહીં ત્યાં સુધી દર મહિને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થું આપવામાં આવશે : રાઘવ ચઢ્ઢા

વેપારીઓને વેપાર કરવા માટે ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે : રાઘવ ચઢ્ઢા

18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે : રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાજીએ રત્નકલાકાર ભાઈઓને વિશ્વાસ અપાવ્યો કે ‘આપ’ની સરકાર બન્યા બાદ રત્નકલાકાર ભાઈઓની તમામ સમસ્યાઓનો અંત આવશે.

‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું: રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે: રાઘવ ચઢ્ઢા

સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે: રાઘવ ચઢ્ઢા

અમદાવાદ/સુરત/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી, સ્થાનિક વિસ્તારોમાં જઇને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ ‘આપ’ નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેનમાં ‘આપ’ના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી એ આજે સુરતના મીની બજાર ડાયમંડ માર્કેટ ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને સુરતના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની માહિતી આપી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટી વિશેની માહિતી રાઘવ ચઢ્ઢાજીએ સુરતવાસીઓને આપી હતી. યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી છે અને નોકરી મળે નહીં ત્યાં સુધી દર મહિને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થું ગેરંટી, બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ, લોકોની સારવાર માટે શાનદાર સરકારી હોસ્પિટલ બનાવવાની ગેરંટી,18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિની ગેરંટી, કાચા કર્મચારીઓને કાયમી કરવાની ગેરંટી, 300 યુનિટ વીજળી ફ્રી આપવાની ગેરંટી, ખેડૂતોના દેવા માફ કરવાની ગેરંટી, વેપારીઓને માટે ભયમુક્ત વાતાવરણ બનાવવાની ગેરંટીની માહિતી લોકોને આપી હતી.

લોકો સાથે વાત કર્યા બાદ રાઘવ ચઢ્ઢાજીએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

ત્યારબાદ રાઘવ ચડ્ડાજીએ ડાયમંડ કારખાનામાં રત્નકલાકાર ભાઈઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. રત્નકલાકાર ભાઈઓએ પણ રાઘવ ચડ્ડાજી સાથે મુક્ત મને ચર્ચા કરી હતી અને રાઘવ ચઢ્ઢાજીએ રત્નકલાકાર ભાઈઓને વિશ્વાસ અપાવ્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ રત્નકલાકાર ભાઈઓની તમામ સમસ્યાઓનો અંત આવશે. ત્યારબાદ રાઘવ ચઢ્ઢાજીએ ચોક્સી માર્કેટમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે સંવાદ કર્યો.

ચોક્સી માર્કેટમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે જનસંવાદ કરતા, તેમની મુશ્કેલીઓનું આમ આદમી પાર્ટી વતી સમાધાન આપતા ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે એના કારણે વેપારીઓને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી લાઇસન્સ રાજની છે. વેપાર કરવા માટે આ લાઇસન્સ અને પેલું લાયસન્સ એમ કરીને વેપારીને અહીંથી ત્યાં દોડાવવામાં આવે છે એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીએ સંકલ્પ લીધો છે કે ગુજરાતમાંથી લાઇસન્સ રાજને ખતમ કરવામાં આવશે.

બીજી મુશ્કેલી છે રેડ રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે. જેમ દિલ્હીમાં વેપારીયો માટે રેડ રાજ ખતમ કરવામાં આવ્યું એમ ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ કરવામાં આવશે. વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને 200 500 રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલજીએ ખાતરી આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે આખા ગુજરાતમાંથી આ હપ્તા રાજ બંધ કરવામાં આવશે.

ભાજપ વાળાની બે જ માનસિકતા છે, એક એ કે વેપારીઓ ટેક્સ ભરતા નથી ટેક્સ ચોરી કરે છે અને બીજી એ કે એમની ઈજ્જત ના કરવી જોઈએ. વેપારીઓને ધમકાવવામાં આવે કે તમે બીજી પાર્ટીની રેલી કે સભામાં ગયા તો તમારો ધંધો બંધ કરી દેવામાં આવશે. ત્યાં અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે, ઈજ્જત આપવામાં આવશે. તેમણે બીજી ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું.

નાના વેપારીઓને સરકારી દસ્તાવેજ કરાવવામાં ઘણી અડચણો પડે છે. એટલી તો તેની કમાણી નથી હોતી જેટલો વકીલોનો અને કાગળિયાઓનો ખર્ચો થઇ જાય છે. કાયદાઓ ખૂબ જ અઘરા બનાવવામાં આવ્યા છે, સામાન્ય માણસ ગૂંચવાઈ જ જાય. એટલે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે. GST રીટર્ન વેપારીઓએ તો સમયસર ભર્યું હોય પણ નિશ્ચિત સમયે ઉપર થી રિફંડ પાછું ન આવતા વેપારીઓના પૈસા અટકાઈ રહે, વેપારની હાલત કફોડી બને અને વેપારમાં નુકસાન થાય. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે.

રાજ્યસભા સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાજીએ સુરતના મિલેનિયમ ટેકસટાઇલ્સ ખાતેથી પ્રારંભ કરી ટેક્સટાઇલ્સ માર્કેટની મુલાકાત લીધી અને ત્યાં પણ જનતાની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.