સ્મિથ-ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા પોહ્ચાડ્યું 100 ની પાર, ભારત ત્રીજી વિકેટની શોધમાં

0
66

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને છેલ્લી મેચ આજથી એટલે કે 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે રોહિત શર્મા એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. જ્યારે ભારત શ્રેણી જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે અમદાવાદ ટેસ્ટમાં જીત પર નજર રાખશે, ત્યારે ઓસ્ટ્રેલિયા શ્રેણી બરોબરી કરવા પર રહેશે.

ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી છે. 61ના સ્કોર પર અશ્વિને ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. ટ્રેવિસ હેડ 32ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. ભારતને બીજી સફળતા મોહમ્મદ શમીએ 72ના સ્કોર પર અપાવી હતી. લાબુશેન 3ના અંગત સ્કોર પર બોલ્ડ થયો હતો. લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાને 75 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 42મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો.