અમદાવાદના પોશ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર PCBની ટીમે બોલાવી તવાઇ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

0
121

રાજ્યમાં એક સપ્તાઉ આગાઉ સર્જાયેલી લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઇ નથી ત્યારે બીજી તરફ દરરોજ પોલીસ, LCB ,PCB દ્રારા દારૂ જથ્થો પકડવામાં આવી રહ્યો છે કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવાર-નવાર બુટલેગરો દ્રારા નીતનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવામાં આવી રહ્યો છે લઠ્ઠાકાંડ સર્જાયા બાદ રાજ્યની પોલીસ એકશનમોડમાં જોવા મળી હતી તમામ દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પર તવાઇ બોલાવી હતી પરંતુ હજુ પણ બુટલેગરોના પેટનું પાણી હલતુ નથી હજુ પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારી અને કર્મચારી રહેમનજર હેઠળ દારૂના વેપોલો જોવા મળી રહ્યો છે થોડાક દિવસ આગાઉ PCB એ અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં દરોડા પાડી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી ત્યારે શહેર પોશ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર PCBની ટીમે દરોડા પાડ્યા હતા

અમદાવાદ પશ્રિમ આવેલા માનસી સર્કલ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ બેફામપણે ધમઘમતો હોવાની બાતમી PCB ની ટીમને મળી હતી જેના અધારે PCBની ટીમે દરોડા પાડી દારૂ વેપલો કરતા શખ્સને મોટી માત્રમાં દારૂના જથ્થા સાથે દબોચી પાડ્યાો હતા PCBએ આ અંગે પ્રોહબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

ફરી એકવાર સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઇ છે બુટલેગરો હવે જાણે કે પોલીસને પણ ગાંઠતા ન હોય તેવી રીતે બેફામ બન્યા છે  અને પોલીસની નાક નીચેથી કરોડો રૂપિયાનો દારૂ રાજ્યના જુદા -જુદા મહાનગરોમાં ઠાલવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એકવાર અમદાવાદ પોશ વિસ્તારમાં PCB રેડ પાડી બુટલેગરોને દબોચી પાડ્યો છે