ફોન નં. – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે
Control Room : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય અને તેની દેખરેખ તેમજ મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે હેતુથી તા.૧૬-૦૩-૨૦૨૪ થી સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નં-૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ(કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.