લખનૌ (અશ્વની સિંહ): યુપીની રાજધાની લખનૌમાં, એડિશનલ એસપી શ્વેતા શ્રીવાસ્તવના પુત્રને અજાણ્યા વાહને ટક્કર મારતા 10 વર્ષના પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. અકસ્માતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલ પોલીસ ટક્કર બાદ ભાગી ગયેલી કારને શોધી રહી છે.
તમને જણાવી દઈએ કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર બાળક એડિશનલ એસપી શ્વેતા શ્રીવાસ્તવનો એકમાત્ર પુત્ર હતો. તે સ્કેટિંગ શીખવા માટે તેના કોચ સાથે સવારે જનેશ્વર મિશ્રા પાર્ક જવા નીકળ્યો હતો. ઘરે પરત ફરતી વખતે એક સફેદ કારે તેને કચડી નાખ્યો હતો. નૈમિષને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ ટૂંક સમયમાં કાર ચાલકને પકડી લેશે
દરમિયાન, ઘટનાની તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ કહ્યું કે નજીકમાં લાગેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સફેદ રંગની કાર હોવાનું સામે આવ્યું છે. તેની શોધ માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી લેવામાં આવશે.