ચૂંટણીટાણે મધુશ્રીવાસ્તવે ટિકિટ કપાતા પક્ષથી કરી બગાવત ભાજપના તમામ પદો પરથી આપ્યું રાજીનામું

0
56

ચૂંટણીટાણે તમામ રાજ્કીય પાર્ટીઓમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ વર્તમાન ધારાસભ્યના સ્થાને નવા ચહેરાને ટિકિટ મળતા નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના વાઘોડિયાના દબંગ તરીકે ઓળખતા ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મથી ભાજપમાંથી જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે પાર્ટી તેમની ટિકિટ કપાતા તેમણે પાર્ટી સાથે વિધિવત રીતે છેડો ફાડી લીધો છે સ્વાભાવિક છે કે ચૂંટણીટાણે તેઓ આગાઉ પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી ચુક્યા છે. જોકે ટિકિટ ન આપાત હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે વાઘોડિયા વિસ્તારમાં શ્રી વાસ્તવ બાહુબલી નેતા માનવામાં આવે છે. તેમજ મધુશ્રીવાસ્તવની ટિકિટ કપાતા કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે તેમજ આગામી દિવસોમાં કાર્યકરોથી સલાહ લઇ ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત કરી છે.

મધુ શ્રી વાસ્તવે કાર્યકરોને સંબોધતા કહ્યુ કે અમિતશાહ જોડે ચર્ચા થઇ ફોન પર વાત થઇ બોર્ડના આધારે તેમણે કહેવાડાવ્યુ કે મધુ ભાઇ થોડીક રાહ જોવું બે દિવસ સુધી રાહ જોઇ આજે ત્રીજો દિવસ જો કોઇ પણ આવ્યા હતા મનાવવા એ લોકો અત્યારસુધી આવ્યા નથી એટલે મે અને કાર્યકરો સાથે મળીને નિર્ણય કર્યુ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ આજે મધુ શ્રી વાસ્તવે વિધિવત રીતે રાજીનામું ધરી દીધો છે. અને કહ્યુ કે અમે ભાજપ માટે તન મન ધનથી કામ કર્યુ છે હવે અપક્ષ ચૂંટણી લડી છે