એકનાથ શિંદેએ 42 ધારાસભ્યો સાથે બતાવ્યું ” શક્તિ પ્રદશન”

0
108

મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ગુરુવારે વીડિયો જાહેર કરીને શક્તિ પ્રદર્શન કર્યું છે. વીડિયોમાં શિંદે અને 42 ધારાસભ્યો તેમની સાથે છે. મહારાષ્ટ્રમાં નંબર ગેમ દ્વારા શિંદે પોતાની તાકાત બતાવી રહ્યા છે. શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં છે.

જોકે, આમાંથી કેટલા શિવસેના અને કેટલા અપક્ષ ધારાસભ્યો શિંદેની સાથે છે તે સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે સાથે કેટલાક વધુ ધારાસભ્યો જોડાઈ શકે છે. કેટલાક ધારાસભ્યો ગુવાહાટીની ફ્લાઈટમાં છે.