મનીષ સિસોદિયાને જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે, સુકેશ ચંદ્રશેખરે એલજીને પત્ર લખ્યો

0
68

દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર આવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેણે જેલમાંથી દિલ્હીના એલજીને પત્ર લખ્યો છે. પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે મનીષ સિસોદિયાને જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. સુકેશ ચંદ્રશેખરે સિસોદિયાને જેલમાં આપવામાં આવી રહેલી VVIP ટ્રીટમેન્ટની તપાસની માંગ કરી હતી. સીએમ કેજરીવાલ મનીષ સિસોદિયાને લઈને જુઠ્ઠાણું ફેલાવતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

સુકેશે પત્રમાં લખ્યું કે કેજરીવાલ મનીષ સિસોદિયાની અસુરક્ષાના ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે મનીષ સિસોદિયાને જેલ નંબર 1ના વોર્ડ નંબર 9માં રાખવામાં આવ્યો છે. આ તિહાર જેલનો સૌથી VVIP વોર્ડ છે. સુબ્રતો રોય સહારા, અમર સિંહ, એ રાજા, કલમાડી, સજય ચંદ્ર જેવા કેદીઓને આ વોર્ડ 9માં રાખવામાં આવ્યા હતા.

સુકેશે પત્રમાં કહ્યું છે કે VVIP વોર્ડમાં મનીષ સિસોદિયાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. જેલ-પ્રશાસન સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીના હાથની કઠપૂતળી સમાન છે. સત્યેન્દ્ર જૈન જેલ સ્ટાફને નિયંત્રિત કરે છે.

મનીષ સિસોદિયાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આજે પણ ટ્વિટ કરવામાં આવ્યું છે. મનીષ સિસોદિયાએ જેલમાંથી મેસેજ લખ્યો કે સાહેબ, તમે મને જેલમાં નાખીને કષ્ટ તો પહોંચાડી શકો છો, પણ તમે મારા જુસ્સા તોડી નહિ શકો., અંગ્રેજોએ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓને કષ્ટ પહોંચાડ્યું હતું, પરંતુ તેમનો જુસ્સો તૂટ્યો નહોતો.