મરાઠી અભિનેત્રીને NCP વડા વિરુદ્ઘ ટિપ્પણી કરવી પડી ભારે

0
59

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખવા બદલ મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને થાણે ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડીમાં લીધી છે. તેની સામે 3 કેસ નોંધાયા છે. તેમાંથી થાણે શહેરના કાલવા પોલીસ સ્ટેશનમાં એક અને પુણે અને મુંબઈમાં બે કેસ નોંધાયા છે. થાણેમાં નોંધાયેલી એફઆઈઆર થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે કેસ પણ મુંબઈ અને પૂણેમાં નોંધાયેલા છે અને તે પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી રહ્યા છે

કેતકી ચિતાલે અને અભિનેતા નિખિલ ભામર વિરુદ્ધ પુણેમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી વિરુદ્ધ આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કસ્ટડીમાં લીધા બાદ હવે કેતકીની મુશ્કેલી વધી શકે છે. ઔરંગાબાદના સૂતગિરિણી ચોકમાં અભિનેત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થયું છે. અહીં મહિલાઓએ તેની તસવીર પર કાળો કલરની શાહી નાંખી વિરોધ પ્રદર્શન કર્યુ છે

જ્યારે શરદ પવારને તેમની પ્રેસ કોન્ફરન્સમાં આ કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ કેતકી ચિતાલેને ઓળખતા નથી. તેઓએ ફક્ત સંબંધિત પોસ્ટને કારણે તેનું નામ સાંભળ્યું. કેતકી સામે કડક પગલાં લેવાની NCP નેતાઓ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. આ માંગણીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સેએ પાટીલે પણ પગલાં લેવાના સંકેત આપ્યા હતા. આ પછી હવે થાણે પોલીસે અભિનેત્રી કેતકી ચિતાલે વિરુદ્ધ કાર્યવાહી કરી છે