મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ સામે 27 રને જીત મેળવી હતી. આ જીત તેના માટે સરળ ન હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને વિસ્ફોટક પ્રદર્શન કરતા અણનમ 79 રન બનાવ્યા હતા. તેણે 32 બોલનો સામનો કર્યો અને 10 સિક્સર અને 3 ફોર ફટકારી. રાશિદે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 વિકેટ ઝડપી હતી. ડેવિડ મિલરે 41 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ 191 રન જ બનાવી શકી હતી.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.