અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી: હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીટીવમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટીકની સરસાઈ

અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીટીવ માટે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટસએ રિપબ્લિકન પાર્ટી પર સરસાઈ મેળવી સારો દેખાવ કર્યો છે. મધ્ય સત્ર ચૂંટણી માટે ગઈકાલે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાતા આ માટે ઉત્સાહીત પણ હતા.
પ્રારંભિક પરિણામો મુજબ ટ્રમ્પને આંચકો લાગ્યો છે. ડેમોક્રેટસને સરસાઈ મળી છે. લોકો ટ્રમ્પના શાસનથી  નાખુશ હોવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે.

પ્રારંભિક ટ્રેન્ડ જોતાં અનુસાર કન્સાસથી ડેમોક્રેટસ ઉમેદવાર સેરીસ ડેવીડસ કોંગ્રેસથી જીતનાર પ્રથમ અમેરિકી અકીલા મુળની મહિલા છે. કોલારેડોમા ડેમોક્રેટસ ઉમેદવાર જેરેડ પોલીસે વિજય મેળવ્યો છે. તેઓ પહેલા સમલૈંગીક ગવર્નર છે. તો અમેરિકી કોંગ્રેસની પહેલી બે મુસ્લિમ મહિલાઓ રાસીદા અને ઈલ્લહાન ઓમરને ચૂંટી કાઢવામાં આવ્યા છે. રીપબ્લીકન ઉમેદવાર ટ્રેડક્રુઝને ટેકસાસથી ફરીથી પસંદ કરવામાં આવ્યા છે.

ડેમોક્રેટસએ અમેરિકાના હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટીવ્સ ઉપર નિયંત્રણ ફરીથી મેળવી લીધુ છે. આ ચૂંટણીના પરિણામો એટલા માટે પણ મહત્વના છે કે, આનાથી ટ્રમ્પના પાછલા બે વર્ષના કામકાજનુ પરિક્ષણ પરિણામોના રૂપમાં નિકળશે. જો ટ્રમ્પ મધ્યસત્ર ચૂંટણી હારી જશે તો તેમના માટે એક મોટો આંચકો લાગશે. ઓપીનીયન પોલ મુજબ આ ચૂંટણીમાં ડેમોક્રેટસને સરસાઈ મળી છે.

અમેરિકામાં સામાન્ય ચૂંટણી દર ચાર વર્ષે થાય છે પરંતુ રાષ્ટ્રપતિના કાર્યકાળની વચ્ચે યોજાતી આ ચૂંટણીને મધ્યસત્ર ચૂંટણી કહેવાય છે. ગઈકાલે થયેલા મતદાનમાં સેનેટ એટલે કે અમેરિકી સંસદના ઉપલા ગૃહની 100માંથી 35 બેઠકો અને પ્રતિનિધિ સભા એટલે કે નીચલા ગૃહની તમામ 435 બેઠકો માટે સાંસદો પસંદ કરવામાં આવે છે. આમાથી 35 રાજ્યોના ગવર્નર ચૂંટાશે. ઓપીનીયન પોલ સંકેત આપતા હતા કે, વિપક્ષી ડેમોક્રેટસ કાંઠુ કાઢશે. ઈન્ડીયાનામાં રીપબ્લીકના માઈક બરો તરફથી ડેમોક્રેટસ ઉમેદવાર જો ડેનીયલને હરાવ્યા બાદ ત્યાં પણ કસોકસનો મુકાબલો છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com