ભારતીય રેલ્વે વિશ્વની ચોથી સૌથી મોટી રેલ સેવા છે. દરરોજ 231 લાખ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ગુડ્સ ટ્રેનો દરરોજ 33 લાખ ટન સામાનનું વહન કરે છે. ભારતીય રેલ્વેના નામે ઘણી મોટી ઉપલબ્ધિઓ નોંધાઈ છે. દેશના ખૂણે ખૂણે રેલ નેટવર્ક ફેલાયેલું છે. પરંતુ તેમ છતાં એક એવી સ્થિતિ છે કે જ્યાં એક જ રેલવે સ્ટેશન છે. જે દેશમાં 8 હજારથી વધુ રેલ્વે સ્ટેશન છે ત્યાં આ હકીકત ખૂબ જ ચોંકાવનારી છે.
ભારતના ઉત્તરપૂર્વના મુખ્ય રાજ્ય મિઝોરમની વસ્તી લગભગ 11 લાખ છે, પરંતુ અહીં માત્ર એક જ રેલવે સ્ટેશન છે. લોકો અવરજવર માટે આ એક રેલવે સ્ટેશન પર નિર્ભર છે.
બૈરાબી નામનું આ રેલવે સ્ટેશન BHRB ધરાવે છે. તે રાજ્યના કોલાસિબ જિલ્લામાં આવેલું છે. મુસાફરોની અવરજવરની સાથેસામાનની હેરફેરનું કામ પણ આ સ્ટેશન પરથી થાય છે. પહેલા આ સ્ટેશન ઘણું નાનું હતું પરંતુ તેને 2016માં વધુ વિકસિત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. આ રેલવે સ્ટેશન પર ત્રણ પ્લેટફોર્મ છે અને અવરજવર માટે ચાર ટ્રેક છે.
રાજ્યમાં માત્ર એક જ રેલવે સ્ટેશન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સમયથી અહીંના લોકો બીજું સ્ટેશન બનાવવાની માંગ કરી રહ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રેલવે દ્વારા રાજ્યમાં વધુ એક સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે આ સ્ટેશનથી રેલ્વે કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાની પણ યોજના છે.