હાઈવે યાત્રીઓ માટે મોબાઈલ એપ, ઈમર્જેન્સીમાં ડાયલ કરો આ નંબર

આગળના ટોલ નાકાનો વેઈટિંગ સમય જાણવો હોય અથવા પછી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં મદદની જરૂર હોય. સરકાર હાઈવે યાત્રિઓની જરૂરિયાતોને પુરી કરવા માટે ‘સુખદયાત્રા’ મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ મંગળવારે આ જાણકારી આપી. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે, બુધવારે હાઈવે મંત્રી નિતિન ગડકરી આ મોબાઈલ એપ સાથે ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 લોન્ચ કરશે.
SukhadYatra મોબાઈલ એપને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ હાઈવે યુઝર્સને સશક્ત બનાવવા માટે બનાવી છે. આ એપ દ્વારા લોકો દુર્ઘટનાની જાણકારી આપી શકે છે. આ ઉપરાંત હાઈવેની ગુણવત્તા વિશે પણ જણાવી શકશે. હાઈવે પર ક્યાંક ખાડો દેખાય તો તેની પણ ફરિયાદ કરી શકો છો. આ એપ દ્વારા યુઝર્સ ટોલ નાકા પર વેટિંગનો રિયલ ટાઈમ ડેટા મેળવી શકે છે. આસપાસમાં ઉપસ્થિત હોઈવે નેસ્ટ અને અન્ય સુવિધાઓની જાણકારી પણ અહીંયા મળશે. આ એપના ઉપયોગથી ફાસ્ટેગ ટેગ પણ ખરીદી શકો છો.
ટોલ ફ્રી નંબર 1033ની મદદથી હાઈવે પર સફર કરનારા લોકો કોઈ ઈમર્જેન્સીની સ્થિતિમાં મદદ માંગી શકે છે. આ નંબર પર કોલ કરીને તમે હાઈવે સાથે જોડાયેલી ફરિયાદ અથવા ફીડબેક આપી શકો છો. મુશ્કેલીના સમયમાં જલ્દીથી મદદ મળવા માટે ઘણી એમ્બ્યુલન્સ અને ટો સર્વિસને પણ તેની સાથે જોડવામાં આવી છે.
નિવેદનમાં કહેવાયું છે કે આ સેવા ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને યુઝર લોકેશન ટ્રેકિંગ ફીચરની મદદથી યુઝર્સના લોકેશનની જાણકારી મળશે. સરકારે ક્હયું કે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં 1 કરોડની રકમથી એક મોડલ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com