મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મફતમાં મળશે વિજળી

કેંદ્ર સરકારની દ્વારા એક એવી સ્કીમ છે, જેમાં તમે ફક્ત 70 હજાર રૂપિયા ખર્ચીને 25 વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો. દર મહિને વિજળીના ભારે ભરખમ બિલનું ટેંશન ખતમ કરવા માટે એક સારી ઓફર છે. જોકે સોલાર પેનલ લગાવનારાઓને કેંદ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર 1 લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે. એક સોલાર પેનલની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. રાજ્યોના અનુસાર આ ખર્ચ અલગ અલગ હોય છે. સબિસિડી બાદ એક કિલોવોટના સોલાર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ગમે ત્યાં ઇન્ટોલ કરી શકાય છે. તો બીજી તરફ કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે.
સોલાર પેનલની ઉંમર 25 વર્ષની હોય છે. આ વિજળી તમને સૌર ઉર્જા દ્વારા મળશે. તેની પેનલ પણ તમારા ધાબા પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી રહેશે. આ વિજળી ના ફક્ત નિશુલ્ક રહેશે, પરંતુ પ્રદૂષણ મુક્ત પણ હશે. સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર પાંચસો વોલ્ટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકો છો. તેના હેઠળ પાંચ સો વોટના એવા દરેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. સોલાર પેનલમાં મેટનેંસ ખર્ચ આવતો નથી. પરંતુ દર 10 વર્ષે એક બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા આવે છે. આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે. એક કિલોવોટની ક્ષમતાના સોલર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી મળી જાય છે. જો એક એરકંડીશનર ચલાવવું હોય તો બે કિલોવોટ અને બે એર કંડીશનર ચલાવવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com